સૌરાષ્ટ્ર/ અમુક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

સૌરાષ્ટ્રમાં છેલ્લા  અમુક  દિવસથી અલગ અલગ વિસ્તારમાં રોજ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે ધોરાજી,જેતપુર,જામનગર  અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા હતા. ધોધમાર વરસાદથી ઉનાળુ પાક બાજરી, મગ અને તલને નુકસાન પહોંચતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. હાલ અસહ્ય ગરમીને કારણે લોકો ત્રસ્ત  […]

Gujarat
Untitled 43 અમુક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

સૌરાષ્ટ્રમાં છેલ્લા  અમુક  દિવસથી અલગ અલગ વિસ્તારમાં રોજ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે ધોરાજી,જેતપુર,જામનગર  અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા હતા. ધોધમાર વરસાદથી ઉનાળુ પાક બાજરી, મગ અને તલને નુકસાન પહોંચતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

હાલ અસહ્ય ગરમીને કારણે લોકો ત્રસ્ત  બનતા જોવા મળી રહ્યા છે. ત્યારે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. ધોરાજી ના ભાયાવદર માં વરસાદ જોવા મળ્યો હતો  અને જામનગરના મોટી ગોપ ગામે  તેમજ જેતપુર ના રબારીકા રોડ પર ભારે વરસાદ જોવા મળ્યો હતો .તેમજ  આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસતા લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઇ રહી છે. નેશનલ હાઇવે પર પાણી ફરી વળતા ટુવ્હિલરચાલકોને મુશ્કેલી પડી હતી. રાજકોટમાં બે દિવસ સુધી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.