Not Set/ અમદાવાદમાં ધીમી ધારે વરસ્યો વરસાદ,બફારાથી મળી રાહત,લોકો ઉઠાવી રહ્યાં છે આનંદ

અમદાવાદ, રાજ્યમાં બરાબરનું ચોમાસું જામી ગયું છે. રાજ્યના કેટલાંક ભાગમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો સતત વરસાદ પડવાની આશંકાના લીધે હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કર્યું છે. ગરમી અને બફારામાં ત્રાસેલા અમદાવાદીઓને છેલ્લા 24 કલાકથી  રાહત મળી છે.શહેરમાં મંગળવારથી ધીમી ધારે વરસાદ વરસી રહયી છે જે બુધવારે સવારે ચાલુ રહ્યો હતો .સમગ્ર રાત દરમિયાન વરસાદ પડતાં […]

Top Stories Ahmedabad Gujarat
arjn 3 અમદાવાદમાં ધીમી ધારે વરસ્યો વરસાદ,બફારાથી મળી રાહત,લોકો ઉઠાવી રહ્યાં છે આનંદ

અમદાવાદ,

રાજ્યમાં બરાબરનું ચોમાસું જામી ગયું છે. રાજ્યના કેટલાંક ભાગમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો સતત વરસાદ પડવાની આશંકાના લીધે હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કર્યું છે.

ગરમી અને બફારામાં ત્રાસેલા અમદાવાદીઓને છેલ્લા 24 કલાકથી  રાહત મળી છે.શહેરમાં મંગળવારથી ધીમી ધારે વરસાદ વરસી રહયી છે જે બુધવારે સવારે ચાલુ રહ્યો હતો .સમગ્ર રાત દરમિયાન વરસાદ પડતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

શહેરમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ગોતા, એસજી હાઈવે, ઘાટલોડિયા, સેટેલાઇટ, વસ્ત્રાપુર, રાણીપ, ચાંદખેડા, જીવરાજપાર્ક, ઘોડાસર, અમરાઇવાડી, મણિનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

જો કે ઝરમર વરસાદના પગલે લોકોમાં આનંદ છવાયો છે. શહેરના લોકો સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચીને વરસાદી ઝાપટાઓનો આનંદ મેળવી રહ્યા છે.વહેલી સવારથી દાળવડા અને મકાઈની લારીઓ પર શોખીનોની ભીડ જોવા મળતી હતી.

અમદાવાદમાં સિઝનનો 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.