ગાંધીનગરઃ સુપ્રીમ કોર્ટે શિક્ષકોની Primary Schoolteachers-Appointment ભરતી અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પ્રાઇમરી સ્કૂલ ટીચર્સની ભરતીમાં બી.એડ નહી ચાલે, ફક્ત પીટીસી જ ચાલશે. સુપ્રીમ કોર્ટે આના સંદર્ભમાં અગાઉ કરેલા નિર્ણયને રદ કર્યો છે. આ નવા નિર્મયના પગલે ગુજરાત સરકારે પણ હવે આ નિર્ણય અમલમાં લાવવો પડશે. જો આમ થશે તો ગુજરાતમાં શાળાઓમાં શિક્ષકોની ભરતીના નિયમમાં ફેરફાર થવાની પૂરેપૂરી સંભાવના છે.
ગુજરાતમાં આ નિર્ણયને લઈને અસમંજસની સ્થિતિ Primary Schoolteachers-Appointment સર્જાવાની પુરેપુરી શક્યતા છે, કેમ કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા મુજબ ધો 1થી 5 પ્રી પ્રાઇમરી અને ધો 1થી 8 પૉસ્ટ પ્રાઈમરી છે, જ્યારે સુપ્રીમ કોર્ટે પ્રાઈમરી શિક્ષણને લઈને નિર્ણય આપ્યો છે.
સૌરાષ્ટ્રમાં જ જોઈએ તો રાજકોટમાં પ્રાથમિક શિક્ષણની ભરતીમાં હવે બી.એડ કરેલા લોકોની ભરતી ન થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આમા ફક્ત પીટીસી કરેલા શિક્ષકોની જ પ્રાઇમરી શિક્ષક તરીકે ભરતી થઈ શકશે એવો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે.
અહીં મહત્વની વાત એ છે કે રાજસ્થાનમાંથી સુપ્રીમ કોર્ટમાં Primary Schoolteachers-Appointment થયેલી અરજીના પગલે સુપ્રીમે એનસીટીસીનો નિર્ણય રદ કર્યો છે. હાલ ગુજરાતમાં પીટીસી અને બીએડ કરેલા બંને શિક્ષકોની ધો 6થી 8ના શિક્ષક તરીકે ભરતી થાય છે. આ અંગે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા NCTE દ્વારા કરવામાં આવેલા નિર્ણયને રદ્દ કરવામાં આવ્યો છે. હવે ગુજરાત સરકારે પણ આ નિર્ણયને અમલમાં લાવવા પડે તેવી શકયતા છે, નવા નિર્ણય અંગે શિક્ષણવિદ અને સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીનાં સેનેટ સદસ્ય નિદ્દત બારોટે મીડિયા આ વાતની માહિતી આપી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદ/મણિનગરમાં આરોપીએ લૂંટના ઇરાદે ફાયરિંગ કરતા અફરાતફરીનો માહોલ,આરોપી પોલીસના સંકજામાં
આ પણ વાંચોઃ સાવધાન/અમદાવાદમાં લાલચ આપી વ્યક્તિ સાથે કરાઈ કરોડો રૂપિયાની છેતરપિંડી, તમે પણ બની શકો છો…
આ પણ વાંચોઃ બનાસકાંઠા/સ્વતંત્રતા પર્વના દિવસે અંબાજીમાં રાજકોટના માઇ ભક્તે કર્યું સોનાનું દાન
આ પણ વાંચોઃ નિર્લજ્જ બેંક મેનેજર/જામનગરની આ બેંકમાં મેનેજરે લેડીઝ વોશરૂમમાં લગાવ્યા સ્પાય કેમેરા
આ પણ વાંચોઃ CM-Independence Day/વલસાડમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી શરૂઃ સીએમ ભુપેન્દ્ર પટેલે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ