Delhi News: આજે 12 ફેબ્રુઆરીએ દેશવ્યાપી ભારત બંધ (Bharat Bandh)નું આહ્વાન કરવામાં આવ્યું છે, જેના કારણે સમગ્ર દેશમાં સામાન્ય જનજીવન પર અસર થવાની ધારણા છે. દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા આ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. યુનિયનોના જણાવ્યા અનુસાર આ હડતાળનો મુખ્ય ઉદ્દેશ સરકારની નીતિઓ, ખાસ કરીને નવા શ્રમ કાયદાઓ સામે વિરોધ નોંધાવવાનો છે.
યુનિયનો દાવો કરી રહી છે કે આશરે 30 કરોડ કામદારો આ હડતાળમાં ભાગ લેશે. ગયા વર્ષે યોજાયેલા વિરોધ પ્રદર્શન કરતાં આ વખતે ભાગીદારી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કોણે ભારત બંધ (Bharat Bandh)ની હાકલ કરી?
આ હડતાળનું આહ્વાન AITUC, INTUC, CITU, HMS, TUCC, SEWA, AIUTUC, AICCTU, LPF અને UTUC સહિત દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચ દ્વારા કરવામાં આવ્યું છે.
તે ઉપરાંત સંયુક્ત કિસાન મોરચા (SKM) સાથે જોડાયેલા ખેડૂત સંગઠનો, વિદ્યાર્થીઓ અને યુવા સંગઠનો પણ બંધને સમર્થન આપી રહ્યા છે. ખાસ કરીને કેરળ અને ઓડિશા જેવા રાજ્યોમાં આંદોલન (Bharat Bandh)નો પ્રભાવ વધુ જોવા મળી શકે છે.
શું છે મુખ્ય માંગણીઓ?
ટ્રેડ યુનિયનોનું કહેવું છે કે સરકાર દ્વારા અમલમાં મુકાયેલા ચાર નવા શ્રમ સંહિતા કામદારોના અધિકારોને નબળા પાડે છે. તેઓ દલીલ કરે છે કે આ કાયદાઓ નોકરીની સુરક્ષામાં ઘટાડો કરે છે અને નોકરીદાતાઓ માટે કર્મચારીઓને સરળતાથી હટાવવાની છૂટ (Bharat Bandh)આપે છે.
મુખ્ય માંગણીઓમાં નીચેના મુદ્દાઓ (Bharat Bandh)નો સમાવેશ થાય છે:
ચાર નવા શ્રમ કાયદાઓ પાછા ખેંચવા
મનરેગા યોજના મજબૂત બનાવી બજેટમાં વધારો
જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી
નવી શિક્ષણ નીતિ 2020 પર પુનર્વિચાર
વીજળી સુધારા બિલ અને ડ્રાફ્ટ સીડ્સ બિલ રદ કરવું
નાગરિક સેવા નીતિઓમાં ફેરફાર પાછા ખેંચવા

ખેડૂતોની ચિંતા
સંયુક્ત કિસાન મોરચાએ ભારત-અમેરિકા વચ્ચેના સંભવિત વેપાર કરાર અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ, જો સસ્તી અમેરિકન આયાત ભારતીય બજારમાં પ્રવેશે તો સ્થાનિક ખેડૂતોને ભારે નુકસાન થઈ (Bharat Bandh)શકે છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારને દેશી કૃષિ અને સ્થાનિક ઉત્પાદનને પ્રાથમિકતા આપવી જોઈએ.
ક્યાં પડશે અસર?
ભારત બંધ (Bharat Bandh)ની અસર નીચેના ક્ષેત્રોમાં જોવા મળી શકે છે:
સરકારી બેંકો અને વીમા કચેરીઓ
રાજ્ય પરિવહન બસ સેવાઓ
સરકારી કચેરીઓ
જાહેર ક્ષેત્રના સાહસો
ઔદ્યોગિક એકમો અને ઉત્પાદન કેન્દ્રો
કોલસા અને સ્ટીલ ક્ષેત્ર
મનરેગા હેઠળના કેટલાક ગ્રામિણ વિસ્તારો
યુનિયનોના દાવા મુજબ આ હડતાળનો પ્રભાવ 600થી વધુ જિલ્લાઓમાં જોવા મળી શકે છે.
શું ખુલ્લું રહેશે?
હાલની માહિતી મુજબ કેટલીક આવશ્યક સેવાઓ ચાલુ રહેશે:
હોસ્પિટલો અને કટોકટી સેવાઓ
એમ્બ્યુલન્સ અને આરોગ્ય સેવાઓ
મેટ્રો સેવાઓ
ખાનગી કચેરીઓ અને આઈટી કંપનીઓ
કેટલીક શાળા અને કોલેજ
સ્થાનિક પરિસ્થિતિ અને ભાગીદારીના આધારે અસર અલગ અલગ રાજ્યોમાં બદલાઈ શકે છે.
સરકારની તૈયારી
સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. આવશ્યક સેવાઓને બંધ (Bharat Bandh)થી પ્રભાવિત ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટીતંત્રે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરવાની અપીલ કરી છે.
આ પણ વાંચો:આજે ભારત બંધ કેમ છે, શાળાઓ અને કોલેજો ખુલશે કે નહીં; કઈ બાબતો પર અસર થશે? બધું જાણો
આ પણ વાંચો:ભારત બંધની અસર દિલ્હી,હરિયાણા,પંજાબમાં જોવા મળી,રાકેશ ટિકૈતે કહ્યું ભારત બંધ સફળ રહ્યું
આ પણ વાંચો:ભારત બંધ પર બોલ્યા અન્ના હજારે: ખેડૂત આંદોલન સમગ્ર દેશમાં ફેલાવું જોઇએ
