અમદાવાદ/ મણિનગરમાં આરોપીએ લૂંટના ઇરાદે ફાયરિંગ કરતા અફરાતફરીનો માહોલ,આરોપી પોલીસના સંકજામાં

મણિનગર માં કૃષ્ણબાગ પાસે ફરકી લસ્સી દુકાન પાસે આ ઘટના ઘટી હોવાની જાણકારી મળી રહી છે. આ ધમકી આપનાર શખ્સની પોલીસે ધરપકડ કરીને વધુ સઘન તપાસ હાથ ધરી છે

Top Stories Gujarat
7 3 4 મણિનગરમાં આરોપીએ લૂંટના ઇરાદે ફાયરિંગ કરતા અફરાતફરીનો માહોલ,આરોપી પોલીસના સંકજામાં
  • અમદાવાદ: મણીનગર હથિયાર બતાવી ધમકી આપી કર્યુ ફાયરિંગ
  • કૃષ્ણબાગ પાસે ફરકી લસ્સી દુકાન પાસે બની ઘટના
  • મણીનગર પોલીસે ધમકી આપનાર શખ્સને ઝડપ્યો
  • મણીનગર પોલીસ સ્ટેશન લાવી શખ્સ પૂછપરછ શરૂ
  • પોલીસે CCTV ના આધારે તપાસ હાથ ધરી

ગુજરાતમાં દિનપ્રતિદિન ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે જે ચિંતાજનક બાબત છે. મેટ્રો સીટી અમદાવાદમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં હથિયાર બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ફાયરિંગ કરી હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મણિનગર માં કૃષ્ણબાગ પાસે ફરકી લસ્સી દુકાન પાસે આ ઘટના ઘટી હોવાની જાણકારી મળી રહી છે. આ ધમકી આપનાર શખ્સની પોલીસે ધરપકડ કરીને વધુ સઘન તપાસ હાથ ધરી છે. પોલીસે આ અંગે વધુ માહિતી મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસ cctvના આધારે તપાસ કરી રહી છે.

અમદાવાદનાં મણિનગરમાં લૂંટનાં ઈરાદે જ્વેલર્સની દુકાનાં ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કરતા નાસભાગ મચી જવા પામી હતી. સમગ્ર લૂંટનાં પ્રયાસની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. ત્યારે પોલીસે એક આરોપીની અટકાયત કરી હતી. જ્વેલર્સની દુકાનમાં આરોપીએ લૂંટ કરવાનાં ઈરાદે ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.