Ahmedabad News/ ચંડોળા તળાવ ખાતે ગેરકાયદે બંધાયેલા 4000 કાચાડપાકા ઝૂંપડા નેસ્તનાબુદ, કાટમાળ દુર કર્યા બાદ તળાવમાં પાણી ભરવામાં આવશે

તળાવમાં ગેરકાયદે વસવાટ કરતા સ્થાનિક લોકો સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દુર કરે તેવી સુચના આપવામાં આવી છે

Gujarat Ahmedabad

Ahmedabad News : ચંડોળા તળાવ ખાતે ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ અને ગેરકાયદે પ્રવૃતિમાં સંડોવાયેલા લોકો દ્વારા બનાવાયેલા અંદાજે 4000 કાચા-પાકા ઝુંપડા દુર કરવામાં આવ્યા છે. જેમાં 1.5 લાખ ચો.મી જેટલો તળાવનો ભાગ દબાણ મુક્ત કરવામાં આવ્યો છે.તે સિવાય ચંડોળા તળાવમાંથી ગેરકાયદે દબાણો દુર કરવાની કામગીરી આગામી સમયમાં પણ ચાલપ રહેશે. કાટમાળ દુર થયા બાદ તળાવનાં ક્રમે ક્રમે પાણી ભરવાનું શરૂ કરવામાં આવશે.

સમગ્ર ચંડોળા તળાવને પાણીથી ભરવા માટેનાના અને મોટા ચંડોળા તળાવને અલગ કરતા પાળાઓ અને દબાણો દુર કરવા જરૂરી છે. તળાવના જે ભાગમાંથી દબાણો દુર કરવામાં આવ્યા છે તે ભાગમાં ફરીથી દબાણ ન થાય તે માટે પ્રી-કાસ્ટ કંપાઉન્ડ વોલ લગાવવામાં આવી રહી છે. તે સિવાય તળાવમાં બાકી રહેલા હયાત દબાણો દુર કરવા માટે સર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. તળાવમાં ગેરકાયદે વસવાટ કરતા સ્થાનિક લોકો સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દુર કરે તેવી સુચના આપવામાં આવી છે. જેથી આવા લોકો સ્વૈચ્છિક રીતે પોતાનો માલસામાન લઈ જઈ શકે છે.

બીજા તબક્કામાં પોલીસ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને તળાવની અંદરના અને આજુબાજુના તમામ દબાણો તબક્કાવાર દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ બાબતે સૌપ્રથમ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. ચંડોળા તળાવના ગેરકાયદે દબાણોને દુર કરવા માટે હાલમાં ગેરકાયદે વસવાય કરતા આવાસોના વીજ કનેક્શન તાત્કાલિક અસરથી દુર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

અલગ અલગ સરકારી વિભાગ દ્વારા નોટીસ આપવામાં આવશે. જે લોકો સ્વૈચ્છિક રીતે આવાસો ખાલી નહી કરે તેવા લોકોની સામે મહેસુલ તંત્ર દ્વારા સખતાઈથી લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળની કાર્યવાહી કરવામાં આવશે.આ સમગ્ર તળાવ પરના કાટમાળ દુર કર્યા બાદ તળાવમાં ક્રમશ રીતે પાણી ભરવાની કામગીરી શરૂ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ: ગ્રામજનોની ફરિયાદ બાદ અમદાવાદના સાંસદે લખ્યો MLAને પત્ર

આ પણ વાંચો: Gujarat Universityનાં કુલપતિના ઘરે NSUIનો હોબાળો, પ્રોફેસરોને વધુ રૂપિયા આપવાનો આક્ષેપ

આ પણ વાંચો: ગુજરાત ગૌરવ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસકામોની ધરી ભેટ