Not Set/ GST વિભાગ દ્વારા મોરબીમાં 32 ડિફોલ્ટરની તપાસ શરૂ, રૂ. 9.10 કરોડની કરાઈ રિકવરી

અમદાવાદ:  રાજ્ય સરકારના ગુડસ એન્ડ સર્વિસ ટેકસ ( GST ) વિભાગ દ્વારા અનેક કેસોમાં ટેકસની વસૂલાત થઇ શકી નથી. આ સંજોગોમાં દિવાળીના તહેવારો પૂર્વે GST વિભાગ દ્વારા હાલમાં યુધ્ધના ધોરણે તપાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં મોરબીના એક સિરામીક યુનિટ સહિત કુલ સાત એકમોમાં રેડ પાડવામાં આવી હતી. બુધવારે આ રેડ દરમિયાન થયેલ […]

Top Stories Gujarat Others Trending
GST department Investigating 32 defaulters in Morbi, Recovery done by Rs. 9.10 Crores

અમદાવાદ:  રાજ્ય સરકારના ગુડસ એન્ડ સર્વિસ ટેકસ ( GST ) વિભાગ દ્વારા અનેક કેસોમાં ટેકસની વસૂલાત થઇ શકી નથી. આ સંજોગોમાં દિવાળીના તહેવારો પૂર્વે GST વિભાગ દ્વારા હાલમાં યુધ્ધના ધોરણે તપાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં મોરબીના એક સિરામીક યુનિટ સહિત કુલ સાત એકમોમાં રેડ પાડવામાં આવી હતી. બુધવારે આ રેડ દરમિયાન થયેલ કાર્યવાહી પછી રૂપિયા 2.75 કરોડની રિકવરી મેળવી હતી. જીએસટી વિભાગ 10ની ટીમ દ્વારા ગુરુવારે ફરીથી તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો હતો. જેમાં કુલ 32 ડિફોલ્ટર પાસેથી કુલ મળીને રૂપિયા 9.10 કરોડની રકમની રિકવરી કરવામાં આવી હતી.

જીએસટીના વિભાગના 10 અધિકારીઓની ટીમ દ્વારા કલમ 71 હેઠળ મોરબી સહિતના કુલ 32 એકમોમાં તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોટાભાગના એકમો મોરબીના હોવાનું જાણવા મળ્યું છે. આ 32 એકમોમાં અધિકારીઓએ તપાસ હાથ ધરતાં કુલ નવ કરોડ દસ લાખની રિકવરી મેળવવામાં આવી હતી.

આ ઉપરાંત મોરબી તથા વાંકાનેરમાં 6 પેટ્રોલપંપો વેટ વિભાગના ડીફોલ્ટરની યાદીમાં આવ્યા હતાં. આ પેટ્રોલપંપો પર પણ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન અહીથી કુલ 98 લાખ 31 હજાર રૂપિયાની રકમ રિકવરી પેટે જપ્ત કરવામાં આવી હતી.

આ ઉપરાંત તપાસ કામગીરી દરમિયાન કેટલાંક પેટ્રોલપંપો બોગસ હોવાનું અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું હતું. આ બોગસ પેટ્રોલપંપ સામે તંત્ર દ્વારા હવે પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, બુધવારે જ જીએસટી લાગુ થયા બાદ થતી ટેકસ ચોરી અને રીટર્ન ફાઇલીગની સમસ્યાના મુદ્દાઓને લઇને જીએસટીના કમિશનર પી.ડી.વાઘેલાએ જોઇન્ટ કમિશનર તેમજ અન્ય અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ કરી હતી. જો કે દર સોમવારે રિવ્યુ કમિટીની ઓનલાઇન કે ઓફલાઇન બેઠકો યોજાતી હોય છે, ત્યારે આ વખતે જીએસટીમાં થતી ટેકસ ચોરી અટકાવવા માટે ખાસ તાકીદ કરવામાં આવી હતી તેમજ કરપાત્ર આવક છતાં જીએસટી નંબર પ્રાપ્ત ન કરનાર સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.