Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat Local Body Election 2026/ AAP ગુજરાતનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનમાં 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP)નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું હતું.

April 25, 2026April 25, 2026jani
Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનમાં 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP)નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું હતું. કન્ટેન્ટ ચોરીના મામલે આમ આદમી પાર્ટી ગુજરાત સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. કોપીરાઇટ ભંગના કારણે આમ આદમી પાર્ટી ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ બંધ કરવામાં આવ્યું હતું. ગુજરાતી ફિલ્મોના કન્ટેન્ટનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવતા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ડિજિટલ પ્રચારમાં કન્ટેન્ટ પાયરસીથી આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતને મોટો ફટકો પડ્યો છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે કોપીરાઇટ કાયદાના વારંવાર ઉલ્લંઘન બદલ મોટી કાર્યવાહી કરી છે, અને ભારતમાં AAP ગુજરાતનું સત્તાવાર એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું છે. કન્ટેન્ટ પાયરસીથી AAP ગુજરાતને નોંધપાત્ર નુકસાન થયું છે.

અહેવાલો અનુસાર, AAP ગુજરાતે પરવાનગી વિના તેના રાજકીય પ્રચાર માટે ગુજરાતી ફિલ્મો અને કલાકારોની સામગ્રીનો ઉપયોગ કર્યો હતો. આમાં “સાહબ” અને “ચેલો દિવસ” જેવી લોકપ્રિય ફિલ્મોના દ્રશ્યો શામેલ હતા. મલ્હાર ઠક્કર, યશ સોની અને પ્રાપ્તિ અજવાડિયા જેવા જાણીતા કલાકારોના વીડિયોનો પણ પરવાનગી વિના ઝુંબેશમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (મેટા) દ્વારા આ કાર્યવાહી એક ભૂલ પર નહીં, પરંતુ “વારંવાર ઉલ્લંઘનો” પર કરવામાં આવી હતી. ભૂતકાળમાં કન્ટેન્ટ પાયરસીના અસંખ્ય કિસ્સાઓ નોંધાયા પછી, પ્લેટફોર્મે આખરે કડક કાનૂની વલણ અપનાવ્યું છે અને એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.
ફિલ્મ ઉદ્યોગ અને સર્જનાત્મક સામગ્રી નિર્માતાઓના અધિકારોનું ઉલ્લંઘન કરીને ભ્રામક પ્રચાર ફેલાવવાના આ પ્રયાસે AAPના ડિજિટલ પ્રચાર મોડેલ પર ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. આ ઘટના સાબિત કરે છે કે જ્યારે કોપીરાઈટ અને કાનૂની નિયમોની વાત આવે છે, ત્યારે ડિજિટલ પ્લેટફોર્મ હવે કોઈપણ રાજકીય પક્ષના દબાણને આધિન રહેશે નહીં.


આ પણ વાંચો :સુરતમાં CMની ભવ્ય રેલી, AAPને સીધી ટક્કર

આ પણ વાંચો : ભાણવડમાં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો! કોંગ્રેસના બે અગ્રણી કાર્યકરોની અટકાયત, ધરણાની ચીમકી

આ પણ વાંચો :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોરબંદરમાં કરાયો અનોખો પ્રયોગ

Post navigation

સુરતના અલથાણમાં સગીરા સાથે છેડતીનો પ્રયાસ, લોકોએ આરોપીને પકડીને માર્યો ઢોરમાર
ભાવનગરમાં પુરુષોત્તમ સોલંકીનો આગવો અંદાજઃ કોઈપણ સમસ્યા હોય તો હું અહીં બેઠો છું

More Posts

રાજકીય/ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ધારાસભ્યો ફરી કોંગ્રેસમાં આવવા છે આતુર : સુખરામ રાઠવા

March 21, 2022padma prajay

Gujarat/ ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો, વરિષ્ઠ નેતા સાગર રાયકા જોડાયા ભાજપમાં ..

December 6, 2021December 6, 2021padma prajay
Two killed in bus accident near Talaja, Three injured

Not Set/ તળાજા પાસે બંધ ટ્રક પાછળ બસ અથડાતા બે ના મોત, ત્રણને ઈજા

May 24, 2018May 24, 2018harshjit jani

Not Set/ સીબીઆઇએ મમતા બેનર્જીના નજીક ગણાતા સુફિયાને સમન્શ પાઠવ્યું

September 16, 2021garima rao

Not Set/ અમદાવાદ : વટવામાં એક જ પરિવારનાં બે ભાઈઓએ બાળકો સાથે કર્યો આપઘાત,

June 19, 2020arjun patel

Gujarat Weather/ રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો, દિવસે તાપમાન વધુ રહ્યું

January 4, 2025Komal Patel

Britain/ ઋષિ સુનકનાં સપનાં પર ફરી શકે છે પાણી, લિઝ ટ્રુસે  બની શકે છે UKના PM: સર્વે

July 22, 2022padma prajay

Weather/ નવસારીના વાતાવરણમાં પલટો વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ સુસવાટા મારતા ઠંડા પવનો ફૂંકાવાના શરૂ વાતાવરણ પલટાતા વરસાદ પડ્યો વરસાદ પડવાના કારણે ખેડૂતો ચિંતામાં ચીખલી ખેરગામ તાલુકામાં વરસાદી છાંટા

March 6, 2023Rahul Rathod

National/ એક્ઝિટ પોલમાં યુપીમાં યોગી, પંજાબમાં AAPને સત્તા મળવાની શક્યતા… મણિપુરમાં ભાજપ રહેશે આગળ…. ઉત્તરાખંડમાં થશે ટક્કર-ગોવામાં ત્રિશંકુ પરિણામની સંભાવના

March 8, 2022March 8, 2022parth amin
Vaccination scam Junagadh

Gujarat/ જુનાગઢમાં વેક્સિનેશનમાં કૌભાંડ, ફિલ્મ સ્ટારોના નામના સર્ટિફિકેટ મળી આવ્યા

February 23, 2023Rahul Rathod
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy