CM-Independence Day/ વલસાડમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી શરૂઃ સીએમ ભુપેન્દ્ર પટેલે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ

વર્તમાન પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે રાજ્યના વિવિધ શહેરોમાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવાની જાળવી રાખવેલી પરંપરાને નીભાવતા સીએમ ભુપેન્દ્ર પટેલે વલસાડમાં 77મા સ્વતંત્રતા દિનની ઉજવણી કરતા તિરંગો ફરકાવ્યો છે.

Top Stories Gujarat
CM Independence Day વલસાડમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી શરૂઃ સીએમ ભુપેન્દ્ર પટેલે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ

વલસાડઃ વર્તમાન પીએમ નરેન્દ્ર મોદી 77th Independence day-CM Bhupendra patel ગુજરાતના સીએમ હતા ત્યારે રાજ્યના વિવિધ શહેરોમાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવાની જાળવી રાખવેલી પરંપરાને નીભાવતા સીએમ ભુપેન્દ્ર પટેલે વલસાડમાં 77મા સ્વતંત્રતા દિનની ઉજવણી કરતા તિરંગો ફરકાવ્યો છે. તેની સાથે રાજ્યમાં સ્વતંત્રતા દિનની ઉજવણીનો પ્રારંભ થઈ ગયો છે.

આ સાથે કેબિનેટના વિવિધ મંત્રીઓ પણ રાજ્યના 77th Independence day-CM Bhupendra patel વિવિધ શહેરોમાં તિરંગો ફરકાવવા માંડ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને 77માં સ્વતંત્રતા દિનની શુભેચ્છા પાઠવી હતી. ગુજરાતના રાજ્યપાલ પણ આ કાર્યક્રમમાં હાજર હતા અને તેમણે રાજ્યના લોકોને સ્વતંત્રતા દિનની શુભેચ્છા પાઠવી હતી.

સ્વતંત્રતા દિનની સાથે પોલીસ પરેડ, પોલીસ ફોર્સના કાર્યક્રમ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશની માટીમાંથી પાકેલા રત્નોની યાદને ચિરંજીવ રાખવા મારી માટી મારો 77th Independence day-CM Bhupendra patel દેશનું અભિયાન ચલાવી રહ્યા છે. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના સ્વાતંત્ર સેનાની, શહિદોના બલિદાનને યાદ કરીને તેમને નમન કર્યાં હતા.

મુખ્યમંત્રીએ પાઠવેલ પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું કે, ગુજરાતના મારા વ્હાલા નાગરિક ભાઈઓ-બહેનો સ્વતંત્રતા પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, સ્વતંત્રતાના સાડા સાત દાયકા પૂરા કરી આજે વિશ્વમાં મોટા લોકતાંત્રિક રાષ્ટ્ર તરીકે ઉન્નત મસ્તકે ભારત ઊભું છે.

અંગ્રેજોની ગુલામી સામે જંગ છેડીને, સંઘર્ષ કરીને, લાઠી-ગોળી ખાઈને આપણી મા ભારતીને સ્વતંત્રતા અપાવનારા શહીદવીરો, ક્રાંતિવીરોનું પૂણ્ય સ્મરણ કરવાનો પણ આ અવસર છે. વીર સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્મા, 77th Independence day-CM Bhupendra patel સરદાર સિંહ રાણા, સુખદેવ, રાજગુરૂ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, ખુદીરામ બોઝ, મહાત્મા ગાંધી અને સરદાર પટેલ આ દેશની માટીમાં આવા અનેક શૂરવીરો પાક્યાં છે જેમણે આપેલા બલિદાન અને ત્યાગની પરિપાટીએ ભારત આજે લોકશાહી રાષ્ટ્ર તરીકે વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામ્યો છે. સશ્ય શ્યામલામ, મલયજ શીતલામ એવી ભારતભૂમિની મુક્તિ માટે ખપી ગયેલા વીરલાઓની વંદના કરવાની તક આ આઝાદી પર્વ આપણા માટે લાવ્યું છે તેમ તેમણે કહ્યું હતું.

 

આ પણ વાંચોઃ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી/મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલે વલસાડમાં પોતાની બાળપણની પ્રાથમિક શાળાની મુલાકાત લઈ સંસ્મરણો વાગોળ્યા

આ પણ વાંચોઃ અમદાવાદ/તડકામાં કાયદાનું પાલન કરાવતાપોલીસ જવાનો ,ઠંડા મગજ સાથે મેમો ફાડશે કેવી રીતે !

આ પણ વાંચોઃ કચ્છ/BSFએ જખૌ બંદર પરથી ચરસના 10 પેકેટ અને હેરોઈનના 01 પેકેટ કર્યા જપ્ત

આ પણ વાંચોઃ સંતાનને વિદેશ મોકલતા ચેતજો/લંડનમાં વધુ એક ગુજરાતી યુવક થયો ગુમ, પરિવાર સાથે ચાર દિવસથી નથી થઇ વાત

આ પણ વાંચોઃ કૌભાંડ/રાજકોટમાં સરકારી દવા વેચવાના કૌભાંડમાં સામે આવ્યું સિવિલનું કનેક્શન