Not Set/ ગાંધીનગર/ બિન અનામત વર્ગનું આંદોલન યથાવત, સરકાર સાથે બેઠક બાદ પણ ના લેવાયો કોઈ નિર્ણય

સરકાર સાથે બેઠક બાદ પણ ના લેવાયો કોઈ નિર્ણય આજે મુખ્યમંત્રી સાથે સમગ્ર મુદ્દે લેશે અંતિમ નિર્ણય અનામત પરિપત્ર રદ્દ કરવાની માંગ સાથે આંદોલન સરદાર પટેલની પ્રતિમા પાસે મહિલાઓના ધરણાં  LRD ભરતી મુદ્દે સરકાર દ્વારા રદ્દ કરવામાં આવેલા પરિપત્ર મુદ્દે શરૂ થયેલો વિવાદે હવે અનામત સામે બિન અનામત વર્ગના આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું છે. બીનાનામત […]

Gujarat Others
abhijit 2 ગાંધીનગર/ બિન અનામત વર્ગનું આંદોલન યથાવત, સરકાર સાથે બેઠક બાદ પણ ના લેવાયો કોઈ નિર્ણય
  • સરકાર સાથે બેઠક બાદ પણ ના લેવાયો કોઈ નિર્ણય
  • આજે મુખ્યમંત્રી સાથે સમગ્ર મુદ્દે લેશે અંતિમ નિર્ણય
  • અનામત પરિપત્ર રદ્દ કરવાની માંગ સાથે આંદોલન
  • સરદાર પટેલની પ્રતિમા પાસે મહિલાઓના ધરણાં

 LRD ભરતી મુદ્દે સરકાર દ્વારા રદ્દ કરવામાં આવેલા પરિપત્ર મુદ્દે શરૂ થયેલો વિવાદે હવે અનામત સામે બિન અનામત વર્ગના આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું છે. બીનાનામત વર્ગ ની ગાંધીનગર ખાતે મળેલી શિબિર બાદ આ આંદોલન ધીમે ધીમે ઉગ્ર બનતું જાય છે. LDR મહિલા ઉમેદવારોની જેમ જ બિન અનામત વર્ગ પણ સરકાર સામે લડી લેવા મક્કમ છે.

બિન અનામત વર્ગના આંદોલન મુદ્દે સરકાર ઝુકી, સાંજે 4 વાગે આગેવાનોને સરકારે મળવા બોલાવ્યા

બિન અનામત વર્ગનું આંદોલન/ જીઆર રદ્દ નહીં કર્યું તો મહેસાણા સહિત ગુજરાતભરમાં બંધનું એલાન  

જેને પગલે  રાજ્ય સરકાર બિન અનામત વર્ગના આગેવાનો સાથે ચર્ચા કરવા તૈયાર થઈ હતી. અને ગત રોજ મંગળવારે સાંજે  બેઠક નક્કી કરવામાં આવી હતી.  જેને પગલે દિનેશ બાંભણિયા, રાજ શેખાવત અને પૂર્વિન પટેલ સહિતના આગેવાનો સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા અને જ્યાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સાથે બેઠક થઇ હતી. પર્તનું આ બેઠક માં કોઈ નિવેડો નાં આવતા cm સાથે ચર્ચા કરવાનું કહી છુટા પડ્યા હતા.

ઉલ્લેખનીય છેકે સરકાર સાથે ચર્ચા બાદ કોઈ નિર્ણય નાં આવતા બિન અનામત વર્ગનું આંદોલન યથાવત રાખવામાં આવ્યું છે. અનામત પરિપત્ર રદ્દ કરવાની માંગ સાથે આંદોલન ચાલુ રાખવામાં આવ્યું છે. આજે મુખ્યમંત્રી સાથે સમગ્ર મુદ્દે ચર્ચા કરવામાં આવશે, અને ત્યારબાદ અંતિમ નિર્ણય  લેવામાં આવશે. ગાંધીનગર સરદાર પટેલની પ્રતિમા પાસે મહિલાઓના ધરણાં  હજુ પણ યથાવત છે.

ઉલ્લેખનીય છે કે, બીન અનામત વર્ગ સંદર્ભે યુવા ક્ષત્રિય સેના અધ્યક્ષ અભિજીતસિંહ બારદે સરકાર ને અલ્ટીમેટમ આપ્યું છે. જો બિન અનામત વર્ગ ને નુકશાન કરતો જીઆર  રદ્દ નહિ કરે તો શનિવારે મહેસાણા બંધનું પણ એલાન આપવામાં આવ્યું છે. તો સાથે ગુજરાત બંધના એલાનની પણ ચીમકી ઉચ્ચારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.