Surat/ સુરતમાં ભૂંકપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ, શહેરથી કેન્દ્રબિંદુ 20 કિમી દૂર

ગુજરાતમાં 26 જાન્યુઆરી, 2001માં આવેલ ધરતીકંપ આજે પણ લોકોને યાદ છે. આ ધરતીકંપમાં મોટાપાયે જાનહાનિ અને નુકસાન થયું હતું. આથી જ આજે પણ લોકો ધરતીકંપનું નામ સાંભળતા ધ્રુજારી અનુભવે છે.

Top Stories Gujarat Surat
મનીષ સોલંકી 76 સુરતમાં ભૂંકપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ, શહેરથી કેન્દ્રબિંદુ 20 કિમી દૂર

સુરતમાં ભૂકંપના આંચકાથી ધરતી ધ્રુજી. આજે સવારે શહેરમાં 2.6 તીવ્રતાના ભૂંકપના આંચકા આવતા  લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. સુરતમાં આજે 8 વાગ્યા ભૂંકપના આંચકો આવ્યો. જેનું કેન્દ્રબિંદુ શહેરથી 20 કિમી દૂર રહ્યું છે. ભૂકંપના આંચકા સુરત ઉપરાંત કચ્છમાં પણ જોવા મળ્યા. કચ્છ જિલ્લાના ભચાઉમાં ગઈકાલે રાત્રે 8.54ના સમયે ધરતીકંપની આંચકો આવ્યો હોવાનું નોંધાયુ છે.

સુરતમાં ભકૂંપના આંચકાનું રિક્ટલ સ્કેલ કેન્દ્રબિંદુથી 20 કિમી દૂર હતું. જ્યારે કચ્છના ભચાઉમાં ધરતીકંપના આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉમાં જ હોવાનું જાણવા મળ્યું. ભૂકંપના આંચકાની તીવ્રતા 3.3 નોંધાઈ હતી. સુરત અને ભચાઉમાં ધરતીકંપના આંચકાની તીવ્રતા ઓછી હોવાથી કોઈ નુકસાન થયું હોવાનું માહિતી સામે આવી નથી. કચ્છ વિસ્તારમાં અગાઉ પણ ધરતીકંપના મોટા આંચકા જોવા મળ્યા છે. કચ્છના લોકો માટે ધરતીકંપ એ નવી વાત નથી. ધરતીકંપના કારણે કચ્છમાં મોટી તબાહી સર્જાઈ હતી. જેના બાદ પણ કચ્છી લોકોએ આ અસરમાંથી બહાર આવી પોતાના માટે વિકાસનો માર્ગ બનાવ્યો છે.

ચાલુ વર્ષના ફેબ્રુઆરી માસમાં પણ સુરતમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. ફેબ્રુઆરી મહિના દરમ્યાન સુરત ઉપરાંત સાવરકુંડલા, અમરેલી, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના હળવા આંચકા જોવા મળ્યા હતા. આ સમય દરમ્યાન કચ્છમાં રાત્રે 9 કલાકે 3.0 તિવ્રતાનો અને સુરતમાં 10 ફેબ્રુઆરીની મોડી રાત્રે 3.8 તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જયારે કચ્છમાં 10 અને 11 ફેબ્રુઆરીએ ધરતીકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. જો કે રિકસ્ટર સ્કેલની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાનિ કે નુકસાન થયુ નહોતું.

ગુજરાતમાં 26 જાન્યુઆરી, 2001માં આવેલ ધરતીકંપ આજે પણ લોકોને યાદ છે. પ્રજાસત્તાક દિવસે આવેલ  આંચકાની તીવ્રતા 7.7 હતી અને જેનો સમયગાળો 2 મિનિટ કરતાં વધુ હતો. 2001માં આવેલ આ ધરતીકંપમાં મોટાપાયે જાનહાનિ અને નુકસાન થયું હતું. આથી જ આજે પણ લોકો ધરતીકંપનું નામ સાંભળતા ધ્રુજારી અનુભવે છે. જો કે હાલમાં સુરતમાં આવેલ ભકૂંપના આંચકાની તીવ્રતા ઓછી હોવાથી ‘સબ સલામત હે’ની સ્થિતિ છે.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં ભૂંકપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ, શહેરથી કેન્દ્રબિંદુ 20 કિમી દૂર


આ પણ વાંચો : ભરતીના ધમધમાટ વચ્ચે હજી પણ 390 આચાર્યોની જગ્યા ખાલી

આ પણ વાંચો : ગુજરાતમાં કમોસમી વરસાદથી ભારે તારાજી,14 લોકોના મોત,40થી વધુ પશુઓના પણ મોત

આ પણ વાંચો : અમદાવાદમાં તસ્કરો હાથફેરો કરી ગયા, બંધ દુકાનમાંથી કરી ચોરી