Not Set/ આવો મળીએ કરોડપતિ ચોરને જે ચોરી કરતી વખતે સફેદ કપડાં જ પહેરતો અને ચોરી થયા બાદ મંદિરમાં બલિ ચડાવી માનતા પૂરી કરતો 

કરોડપતિ ચોર તરીકે કુખ્યાત આનંદ સીતાપરાએ છેલ્લા ચાર મહિનામાં રાજકોટ શહેરમાં 12 સ્થળે ખાબકી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઉસેડી લીધો હતો.

Top Stories Rajkot Gujarat
jatoli shiv mandir 4 આવો મળીએ કરોડપતિ ચોરને જે ચોરી કરતી વખતે સફેદ કપડાં જ પહેરતો અને ચોરી થયા બાદ મંદિરમાં બલિ ચડાવી માનતા પૂરી કરતો 

કરોડપતિ ચોર તરીકે કુખ્યાત આનંદ સીતાપરાએ છેલ્લા ચાર મહિનામાં રાજકોટ શહેરમાં 12 સ્થળે ખાબકી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઉસેડી લીધો હતો. પોલીસે આનંદ અને તેના પુત્રને ઝડપી લઇ રૂ.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેનો સાગરીત અગાઉથી જેલમાં હોય પોલીસે તેનો કબજો મેળવવાની તજવીજ શરૂ કરી હતી. આનંદે 4 મહિનામાં 12 સ્થળે લાખોની ચોરી કરી હતી. ચોરી કરતી વખતે સફેદ કપડાં જ પહેરતો અને ચોરી થયા બાદ મંદિરમાં બલિ ચડાવી માનતા પૂરી કરતો હતો. આનંદ એક સમયે ત્રણ માળના સેન્ટ્રલી એસી મકાનમાં રહેતો હતો અને 19 લાખની કાર પણ બુક કરાવી હતી.

નવેમ્બર મહિનામાં રાજકોટના મિલપરામાં મકાનના તાળાં તોડી તસ્કરો રૂ.2.50 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા, એ જ સમયગાળામાં રામકૃષ્ણનગરના બંધ મકાનમાંથી રોકડા રૂ.13 લાખ અને સોનાના દાગીના સહિત લાખો રૂપિયાની ચોરી થઈ હતી. છેલ્લા ચાર મહિનામાં ચોરીનો આંક ચિંતાજનક રીતે વધતા પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી. લાખો રૂપિયાની ચોરી થઈ હતી તે સ્થળે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા જે સ્ટાઇલથી ચોરી થઈ હતી અને જે શખ્સ દેખાતો હતો તે સુરત રહેતા નામચીન તસ્કર આનંદ જેસીંગ સીતાપરાની સંડોવણી હોવાની પોલીસને દ્રઢ શંકા ઊઠી હતી. આથી પોલીસે આનંદ અને તેના પિતાની ધરપકડ કરતા તેણે જ ચોરી કર્યાની કબૂલાત આપી છે.

પંચમહાલ / ₹ ૧૮ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા…

dharma / જટોલી શિવ મંદિર – પથ્થર ઉપર થાપટ મારતા સંભળાય છે ડમરું જેવો …

નારીશક્તિ / પૌત્ર રમાડવાની ઢળતી ઉંમરે અગરબત્તી વેચી ગુજરાન ચલાવે છે સ્વા…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો