ગુજરાત/ રાજકોટમાં કોરોના સામે લડવા તંત્ર એક્શન મોડમાં તમામ વ્યવસ્થાઓ પૂર્ણતાના આરે

કોરોના કેસ વધતાં  રાજકોટ જિલ્લામાં તકેદારીના ભાગરૂપે 13 હજાર જેટલા બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સરકારી હોસ્પિટલમાં 7000 અને ખાનગીમાં 6000 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

Top Stories Gujarat
Untitled 23 6 રાજકોટમાં કોરોના સામે લડવા તંત્ર એક્શન મોડમાં તમામ વ્યવસ્થાઓ પૂર્ણતાના આરે

હાલ  સમગ્ર રાજયમાં  કોરોના  કેસ સતત વધતાં જોવા મળી રહ્યા  છે  ત્યારે સરકાર દવારા કોરોના  કેસ ને નિયંત્રણમાં  લાવવા અથાગ પ્ર્યતનો કરવામાં આવી રહ્યા  છે ત્યારે  રાજકોટ માં  જકોરોના સામે લડવા તંત્રએ એક્શન પ્લાન બનાવ્યો છે.જે સંદર્ભે છેલ્લા ઘણા સમયથી કલેક્ટર દ્વારા કમર કસવામાં આવી રહી છે. કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે હાલ તંત્ર દ્વારા કોરોના સદર્ભની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

કોરોના કેસ વધતાં  રાજકોટ જિલ્લામાં તકેદારીના ભાગરૂપે 13 હજાર જેટલા બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સરકારી હોસ્પિટલમાં 7000 અને ખાનગીમાં 6000 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.  હાલ ટેસ્ટિંગ પીડિયું કોલેજમાં જ થઈ રહ્યું છે. આ ઉપરાંત ખાનગી લેબોમાં પણ ટેસ્ટિંગ થઈ રહ્યું છે. હવે ટેસ્ટિંગ વધારવામાં આવનાર છે. જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે જે લેબ છે. તે તૈયાર કરી દેવામાં આવી છે. જેથી તેનો ઉપયોગ કરી શકાય.

આ  પણ  વાંચો:National / PM મોદી 7 જાન્યુઆરીએ કોલકાતામાં બીજા CNCI કેમ્પસનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે

વધૂમાં તંત્ર દ્વારા એમ્બ્યુલન્સની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. જરૂર પડ્યે હાઇવે ઉપર ડ્યુટી કરતી તેમજ ખાનગી હોસ્પિટલોની એમ્બ્યુલન્સ ઉપયોગમાં લેવામાં આવશે.  કોરોનાના વધતા કેસને ધ્યાને લઇ જિલ્લા કલેક્ટર અરુણ મહેશબાબુ દ્વારા છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ સંદર્ભે કમર કસી છે. હજુ પણ વિવિધ વ્યવસ્થા સંદર્ભે બેઠકોનો ધમધમાટ ચલાવવામાં આવનાર છે. જેમાં આજે સાંજે આઈએમએ સાથે બેઠક યોજવામાં આવનાર છે.

જેમાં તેઓના સૂચનો લેવામા આવશે. ત્યારબાદ આવતીકાલે કેમિસ્ટ સાથે બેઠક યોજવામાં આવનાર છે. જેમાં કેમિસ્ટોને શરદી, તાવ, ઉધરસની દવા લેવા આવતા દર્દીઓની યાદી તૈયાર કરવાની સૂચના અપાઈ શકે છે. આ ઉપરાંત આગામી સોમવારના રોજ ખાનગી હોસ્પિટલો સાથે બેઠક યોજવામાં આવનાર છે. જેમાં તેમના પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિચારણા કરી મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે.

રાજકોટ જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે કોવિડ-19 અંતર્ગત વોરરૂમ શરૂ કરવામાં આવનાર છે. જેમાં કોરોનાને લગતી તમામ માહિતી ઉપરાંત વિવિધ હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડ સહિતની વિગતો લોકો જાણી શકાશે. આ ઉપરાંત ગત રોજ રાજ્યના મુખ્ય સચિવે પણ કોરોના સંદર્ભે તમામ કલેક્ટરો અને મ્યુનિ.કમિશનરો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી.

આ  પણ વાંચો:National / કાશ્મીરમાં હિમવર્ષાને કારણે જનજીવન પ્રભાવિત, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર બંધ