Gujarat election 2022/ ગુજરાતની પ્રાદેશિક પાર્ટી BTPના સુપ્રીમો છોટુ વસાવા વિધાનસભાની ચૂંટણી નહીં લડે,જાણો કારણ

બીટીપીએ પણ તેના 12 ઉમેદવારની જાહેરાત કરી છે. આ યાદીમાં બીટીપીના સુપ્રીમો છોટુ વસાવા આ વખતે ચૂંટણી લડવાના નથી. 

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
2 9 ગુજરાતની પ્રાદેશિક પાર્ટી BTPના સુપ્રીમો છોટુ વસાવા વિધાનસભાની ચૂંટણી નહીં લડે,જાણો કારણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુંગલ વાગી ચૂક્યું છે ત્યારે તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવાની તૈયારીઓમાં સાથે રાજકિય પ્રચારની રપણનીતિ પણ અપનાવી રહી છે. કોંગ્રેસે તેની પ્રથમ 43 ઉમેદવાર યાદી જાહેર કરી છે ત્યારે બીટીપીએ પણ તેના 12 ઉમેદવારની જાહેરાત કરી છે. આ યાદીમાં બીટીપીના સુપ્રીમો છોટુ વસાવા આ વખતે ચૂંટણી લડવાના નથી.

ભારતીય ટ્રાઈબલ પાર્ટીના સુપ્રીમો એવા છોટુ વસાવા આ વિધાનસભા ચૂંટણી નહીં લડે એવી માહિતી સામે આવી રહી છે. તેમની તબિયત હજુ યોગ્ય ન હોવાથી આ પ્રમાણેનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે નાદુરસ્ત હોવાથી છોટુ વસાવાના આ નિર્ણયના પગલે રાજકારણ ગરમાયું છે. હવે ઝઘડિયા બેઠક પરથી છોટુ વસાવાના પુત્ર અને ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા ચૂંટણી લડશે.