વડાપ્રધાનનો આજથી ગુજરાત પ્રવાસ/ આદિવાસી મહાસંમેલન, ઉદઘાટન અને શિલાન્યાસ કાર્યક્રમમાં આપશે હાજરી

વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને લઈને અધિકારીઓ તૈયારીમાં દોડતા જોવા મળી રહ્યા છે તો બીજેપી કાર્યકર્તાઓમાં રાજીપો અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Top Stories Gujarat
વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજથી પીએમ મોદીનો ગુજરાતનો પ્રવાસ શરૂ થઇ રહ્યો છે.ગુજરાતમાં ત્રણ દિવસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમનો હિસ્સો બનશે અને અનેક ઉદઘાટન કરશે. આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચીને ગાંધીનગરમાં શાળા માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે.

18 તારીખે સાંજે અમદાવાદ ખાતે આવીને તુરંત જ ગાંધીનગર ખાતે પહોચી કમાન્ડ અને કંટ્રોલરૂમની મુલાકાત લીધા બાદ 19 તારીખે તેઓ સવારે દિયોદરમાં બનાસ ડેરીના નવા સંકુલનનુ ઉદ્ઘાટન કરશે. બાદમાં બપોરે દાહોદમાં આદિવાસી મહાસંમેલનમાં હાજર રહેશે. જ્યાં 22 હજાર કરોડ રૂપિયાના વિવિધ કામોનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ મહાસંમેલનમાં 2 લાખ કરતા વધારે લોકો હાજર રહેશે. ત્યાર બાદ તેઓ જામનગરમાં વિશ્નના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિશિનનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમમાં WHOના મહાનિર્દેશક ડૉ.ટેડ્રોસ ગેબ્રેયેસસ પણ હાજર રહેનાર છે. આ સિવાય મોરેશિયસના PM પ્રવિંદકુમાર જુગનાથ પણ હાજર રહેશે.

વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને લઈને અધિકારીઓ તૈયારીમાં દોડતા જોવા મળી રહ્યા છે તો બીજેપી કાર્યકર્તાઓમાં રાજીપો અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પીએમ મોદીના ગુજરાતમાં 3 દિવસીય પ્રવાસના સમગ્ર કાર્યક્રમની રૂપરેખા.

18 એપ્રિલે સાંજે PM મોદી ગુજરાત આવશે.

18 એપ્રિલે સાંજે 6-00 વાગ્યે અમદાવાદ આવશે.

સાંજે ગાંધીનગરમાં શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે.

19 એપ્રિલ પીએમ બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે જશે.

સવારે 9-00 વાગ્યે પીએમ દિયોદરમાં બનાસ ડેરીના નવા સંકુલનું ઉદધાટન કરશે.

દિયોદરમાં પીએમ મોદી પશુપાલક બહેનોને સંબોધન કરશે.

બપોરે જામનગરમાં WHOના વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્ર (GCTM)નો શિલાન્યાસ કરશે.

જામનગરમાં પીએમ સાથે મોરેશિયસના પીએમ પ્રવિંદકુમાર જુગનાથ હાજર રહેશે.

જામનગરમાં WHOના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ ગેબ્રેયેસસ પણ હાજર રહેશે .

20 એપ્રિલે ગાંધીનગરમાં વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલન હાજર રહેશે.

બપોરે પીએમ મોદી દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં હાજરી આપશે.

20 એપ્રિલ સાંજે પીએમ દિલ્લી ખાતે રવાના થશે.

આ પણ વાંચો : બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ ફરી આપ્યું વિવાદાસ્પદ નિવેદન