Not Set/ પાકિસ્તાનના નવા કેપ્ટન બન્યા ઇમરાન ખાન, પીએમ તરીકે લીધા શપથ

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને તહરીક-એ ઇંસાફના ચીફ ઇમરાન ખાને દેશના ૨૨માં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા છે. શપત લેતા પહેલા ઇમરાન ખાનની પાર્ટીએ સંસદમાં બહુમતી હાંસલ કરી હતી. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ ૩૩૬ બેઠકોમાંથી તહરીક-એ ઇંસાફ પાર્ટીએ ૧૭૩ સીટની જરૂરત હતી, પરંતુ ઇમરાન ખાનની પાર્ટીએ ત્રણ બેઠક વધુ ૧૭૬ સીટ મેળવી બહુમતી હાંસલ કરી હતી. […]

Top Stories World Trending
Dk27D HVsAAUI F પાકિસ્તાનના નવા કેપ્ટન બન્યા ઇમરાન ખાન, પીએમ તરીકે લીધા શપથ

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને તહરીક-એ ઇંસાફના ચીફ ઇમરાન ખાને દેશના ૨૨માં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા છે. શપત લેતા પહેલા ઇમરાન ખાનની પાર્ટીએ સંસદમાં બહુમતી હાંસલ કરી હતી. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ ૩૩૬ બેઠકોમાંથી તહરીક-એ ઇંસાફ પાર્ટીએ ૧૭૩ સીટની જરૂરત હતી, પરંતુ ઇમરાન ખાનની પાર્ટીએ ત્રણ બેઠક વધુ ૧૭૬ સીટ મેળવી બહુમતી હાંસલ કરી હતી.

ઇમરાન ખાનના શપથવિધિ સમારોહમાં દેશ-વિદેશમાંથી મહેમાન પહોંચી રહ્યા છે. ભારત તરફથી પણ પંજાબ સરકારમાં મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ શપથગ્રહણમાં પહોચ્યા છે. આ દરમિયાન નવજોતસિંહ સિદ્ધુએ પાકિસ્તાનની સેનાના પ્રમુખ કમર જાવેદ બાજવા સાથે મુલાકાત પણ કરી હતી.

ઇમરાન ખાનની પત્ની બુશરા મેનકા પણ પહોચ્યા છે.

૨૨ વર્ષના લાંબા સંઘર્ષ બાદ હાંસલ કર્યો આ મુકામ

પાકિસ્તાનના નવા કેપ્ટન ઇમરાન ખાને કહ્યું, “કોઈ મને બ્લેકમેલ કરવાની કોશિશ નહિ કરે. હું કોઈ તાનાશાહના ખભા પર ચઢીને આવ્યો નથી, પરંતુ હું ૨૨ વર્ષના સંઘર્ષ બાદ આ પદ પર પહોચ્યો છું. માત્ર એક નેતાએ મારક્રતા વધુ સંઘર્ષ કર્યો છે અને તે મારા હિરો મોહમ્મદ અલી જિન્ના હતા”.

નેશનલ એસેમ્બલીના સ્પીકર અસદ કૈસરે એલાન કર્યું કે, “૬૫ વર્ષીય ઇમરાન ખાનની પાર્ટીને ૧૭૬ વોટ મળ્યા છે જયારે નવાજ શરીફની પાર્ટી PML-Nને ૯૬ વોટ મળ્યા છે.

પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બહુમતીનો જાદુઈ આંકડો હાંસલ કરવામાં અસફળ રહ્યા હતા, પરંતુ હવે સંસદમાં બહુમતી હાંસલ કર્યા બાદ તેઓ પાકિસ્તાનના નવા કેપ્ટન બન્યા છે.

મહત્વનું છે કે, પાકિસ્તાનમાં ૨૫ જુલાઈના રોજ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફને ૧૧૬ સીટ મળી હતી. જયારે પુર્વ પીએમ નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લીમ લીગ-એન (પીએમએલ-એન)ને ૬૪ સીટ સાથે બીજા નંબરે અને બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(પીપીપી)ને ૪૩ સીટો સાથે ત્રીજા નંબરે રહી હતી.