Gehlot-Ahmedabad/ ભાજપથી નારાજ ક્ષત્રિય વોટબેન્કને અંકે કરવા અશોક ગેહલોતનું આગમન

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી રહ્યાછે ત્યારે ભાજપના પરશોત્તમ રૂપાલાના લઇને ક્ષત્રિયોની નારાજગીને ફાયદો ઉઠાવવા રાજસ્થાન કોંગ્રેસના ભૂતપૂર્વ સીએમ અશોક ગેહલોત અમદાવાદ આવી પહોંચ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 04 07T170300.572 ભાજપથી નારાજ ક્ષત્રિય વોટબેન્કને અંકે કરવા અશોક ગેહલોતનું આગમન

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી રહ્યાછે ત્યારે ભાજપના પરશોત્તમ રૂપાલાના લઇને ક્ષત્રિયોની નારાજગીને ફાયદો ઉઠાવવા રાજસ્થાન કોંગ્રેસના ભૂતપૂર્વ સીએમ અશોક ગેહલોત અમદાવાદ આવી પહોંચ્યા છે. તેઓ આજે અમદાવાદમાં વસતા રાજસ્થાનીઓ સાથે સંવાદ કરવાના છે. ગુજરાત કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરવાના છે.

તેમણે અમદાવાદમાં આગમન સાથે જણાવ્યું હતું કે પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે કરેલું નિવેદન યોગ્ય નથી. પરશોત્તમ જેવા અનુભવી રાજકારણી આ પ્રકારનું નિવેદન કેવી રીતે કરી શકે. ક્યારેય પણ કોઈપણ સમાજને દુભવતું નિવેદન ન કરી શકાય. રાજકારણનો આટલો બહોળો અનુભવ ધરાવતી શાસક પક્ષની વ્યક્તિ આ પ્રકારનું નિવેદન કરે ત્યારે ક્ષત્રિય સમાજને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે. લોકોએ 156 બેઠકો તેમને શું આવા નિવેદનો કરવા આપી છે કે કામ કરવા આપી છે. આ પ્રકારના નિવેદન જોતાં લાગે છે કે શાસક પક્ષને સત્તા રાસ આવી રહી નથી.

આ પ્રકારના નિવેદન કરવાથી કંઈ ક્ષત્રિયોનું ખરાબ નહીં દેખાય, શાસક પક્ષનું જ ખરાબ દેખાશે. જાહેરજીવનના આગેવાનોનો તેમની વાણી પર સંયમ હોવો જોઈએ. વ્યક્તિ વિશેષ કે જાતિવિશેષ નિવેદનો ન કરવા જોઈએ. રાજકારણ બાજુએ મૂકીએ તોય આ પ્રકારના નિવેદનો સામાજિક સમરસતાને નુકસાન પહોંચાડે છે. ક્ષત્રિય સમાજ એવો સમાજ છે જેણે કેટલાય નરપુંગવો આ દેશને આપ્યા હતા, આપી રહ્યુ છે અને આપતો રહેશે.

તેને કોઈપણ રાજકીય પક્ષના પ્રમાણપત્રની જરૂર નથી. ઇતિહાસ શાહીથી લખાય છે, પરંતુ ક્ષત્રિયોએ તેમનો ઇતિહાસ લોહીથી લખ્યો છે. તેથી ક્ષત્રિયોને કોઈપણ રાજકીય આગેવાનના પ્રમાણપત્રની જરૂર નથી. ક્ષત્રિય સમાજ તલવારના ઘા સહન કરી લેશે, પણ અપમાનનો ઘા સહન નહીં કરે. જ્યારે જ્યારે સ્વમાનની વાત આવી છે ત્યારે ક્ષત્રિયોએ તેમના માથા કપાવી દીધા છે. તેથી રૂપાલાના અપમાન સામે ક્ષત્રિયોનો ગુસ્સો સ્વાભાવિક છે. ગેહલોત આવતીકાલે રાજસ્થાનની સરહદ સાથે જોડાયેલા ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠાની મુલાકાત લેવાના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Loksabha Election 2024/ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ

આ પણ વાંચો: Sexual harrasment/જાતીય સતામણીઃ રાજ્યની કોલેજોમાં પ્રવર્તતી ભારે ઉદાસીનતા

આ પણ વાંચો: Surendranagar/ખારાઘોડા ફેક્ટરીમાં સર્જાયેલ દુર્ઘટનામાં વ્યક્તિનું સારવાર દરમિયાન મોત

આ પણ વાંચો: Cadila CMD Rajiv Modi/બલ્ગેરિયન યુવતીએ કોર્ટને પુરાવા આપતા કેસમાં નવો વળાંક