Communication/ અહીં જેલમાં કેદીઓને અપાય છે ફોન સુવિધા …

આ જેલમાં સજા કાપતા કેદીઓને પોતાના સ્વજનો સાથે ટેલિફોન પર વાત કરવાની તક મળી શકશે. સમગ્ર રાજ્યમાં આ માટે આદેશ કરવામાં આવ્યો છે. જેની અમલવારી કચ્છમાં પણ શરૂ કરી દેવાઈ છે

Gujarat Others
કેદી

ગુનાખોરી માટે જેલમાં સજા કાપતા કેદી માટે જેલ સત્તાવાળા તરફથી કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે જે અનુસાર તેઓ પોતાના સગા સાથે  વાતચીત નથી કરી શકતા. અને પરિણામ સ્વરૂપ રાજ્યની જેલમાંથી અવારનવાર ગેરકાયદેસર મોબાઈલ મળી આવવાની ઘટના બનતી હોય છે. કેદીને મળવા આવતા સગા કોઈ ને કોઈ બહાના હેઠળ  કે ગમે તે ચીજ વસ્તુમાં છુપાવી કેદી સુધી મોબાઈલ પહોચાડતા હોય છે, પરંતુ ગુજરાતની આ જેલમા રહેલા કેદીઓ પોતાના સ્વજનો સાથે વાતચીત કરી શકે તે માટે સુવિધા ઉભી કરવામાં આવી છે.

કચ્છમાં મુખ્ય બે જેલ પાલારા અને ગળપાદર આવેલી છે હવે આ જેલમાં સજા કાપતા કેદીઓને પોતાના સ્વજનો સાથે ટેલિફોન પર વાત કરવાની તક મળી શકશે. સમગ્ર રાજ્યમાં આ માટે આદેશ કરવામાં આવ્યો છે. જેની અમલવારી કચ્છમાં પણ શરૂ કરી દેવાઈ છે જેથી કાચા પાકા કામની સજા ભોગવતા કેદીઓ હવે ટેલિફોન પર વાત કરી શકશે. આ એક સારો પ્રયાસ કહી શકાય તેમ છે.

કોરોનાના સમયગાળા દરમિયાન કેદીઓને ટેલિફોન પર પોતાના સ્વજનો સાથે વાત કરવાની છૂટ અપાઈ હતી. જે હવે કાયમી કરી દેવાઈ છે. અગાઉ બળાત્કાર, ધમકી, ખંડણી, અપહરણ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ફોન પર વાત કરવાની મનાઇ હતી. જોકે સરકારે નિર્ણય લઈ તમામ પ્રતિબંધ હટાવી દીધા છે. જેથી હવે કોઈપણ કેદી અઠવાડિયામાં ત્રણ દિવસ પાંચ મિનિટ સુધી ટેલિફોન પર વાતચીત કરી શકે છે. પોતાના સ્વજન, વકીલ સાથે વાત કરવા છૂટ અપાઈ છે. આ ઉપરાંત વિડિઓકોલથી ઇ મુલાકાત કરવાની પણ છૂટ છે. તેવું ગળપાદર જેલના અધિક્ષક ડી.એમ.ગોહેલ કહ્યું હતું. આ નિર્ણયથી કેદીઓમાં ખુશી વ્યાપી ગઈ છે.

Electric Vehicles / બજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરએ એક મહિનામાં નવો વેચાણ રેકોર્ડ બનાવ્યો, બમ્પર વેચાણ

અજબ પ્રેમ કી ગજબ કહાની .! / મહિલાનું ચિમ્પાન્ઝી સાથે ‘અફેર’ હતું, ઝૂના લોકોએ લીધો આ નિર્ણય

Technology / નેટબેન્કિંગ અથવા મોબાઇલ બેન્કિંગ પાસવર્ડને મજબૂત બનાવો અને ઓનલાઈન છેતરપિંડીથી બચો

Technology / સેમસંગ ગેલેક્સી A21 માં આગ લાગી, અકસ્માત સમયે ફોન વિમાનમાં હતો