Cadila CMD Rajiv Modi/ બલ્ગેરિયન યુવતીએ કોર્ટને પુરાવા આપતા કેસમાં નવો વળાંક

કેડિલાના રાજીવ મોદી વિરૂધ્ધ પેનડ્રાઈવમાં સબૂત આપ્યા

Gujarat Ahmedabad

Ahmedabad News : કેડિલાના સીએમડી રાજીવ મોદીની મુશ્કેલીઓ વધે તેવું લાગી રહ્યું છે.બલ્ગેરિયન યુવતી દ્વારા કરાયેલા સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કેસમાં તેણે કોર્ટમાં પેન ડ્રાઈવ સહિતના પુરાવા રજૂ કરતા મોદીની મુશ્કેલી વધે તેમ લાગે છે. કારણકે બલ્ગેરિયન યુવતીએ કોર્ટમાં પેન ડ્રાઈવ સહિતના પુરાવા આપ્યા છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તેણે તમામ દસ્તાવેજી પુરાવા એફિડેવિટ સાથે મુક્યા છે.

બલ્ગેરિયન યુવતી દ્વારા કરવામાં આવેલી  પ્રોટેસ્ટ પિટીશન સામે જવાબ રજૂ કરવા માટે તપાસ અધિકારીએ સમય માંગ્યો છે. જેને પગલે ગ્રામ્ય કોર્ટે 23 એપ્રિલના રોજ સુનાવણી રીખી છે.

દુષ્કર્મ કેસમાં બલ્ગેરિયન યુવતીએ કોર્ટમાં પુરાવા આવ્યા છે. જેમાં સહ આરોપી જ્હોનસન મેથ્યુઝ કોઈ વ્યક્તિ સાથે રાજીવ મોદીએ તેના ડિજીટલ ડિવાઈસમાંથી ડેટા ડિલીટ કરાવ્યો છે તેને લઈને વાત કરી રહ્યો છે. તેનું કોલ રેકોર્ડિંગ આ પેન ડ્રાઈવમાં છે. પિડીતાના ભારત આવવાના નિઝાની પ્રોસેસ જ્હોનસન મેથ્યુઝ દ્નારા કરવામાં આવી હતી. ઉપરાંત પિડીતાએ પોતાની સાથે બનેલી ઘટનાના ચેટ્ય પણ કોર્ટ સામે પુરાવા તરીકે રજૂ કર્યા છે.

તે સિવાય યયુવતીએ કેટલાક આક્ષેપ પણ કર્યા છે. જે રાજીવ મોદીના પુત્ર પર કરાયા છે. યુવતીનું કહેવું છે કે જુનીયર રાજીવ મોદી ભારતમાં રહેતો હોવા છતા યુકેમાં અભ્યા કરે છે તેવા નિવેદન સંદર્ભે ક્રોસ તપાસ  કરવામાં આવી નથી. ઉપરાંત એફઆરઆરઓ પર બલ્ગેરિયન યુવતીએ સહકાર ન આપવાના અને કેસ દબાવવાના આક્ષેપો પણ કર્યા છે. યુવતીએ એફઆરઆરઓએ આપેલો પણ પણ ખોટો હોવાનું જણાવ્યું છે. આમ આ સમગ્ર મામલે હવે 23 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે.

યુવતી દ્વારા ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે 22 ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી વિદેશી યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. યુવતીએ છારોડી ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો કર્યો છે. 24 અને 26 મી ફેબ્રુઆરીના રોજ યુવતી સાથે સાએમડીએ અણછાજતુ કૃત્ય અને વ્યવહારની જાતિય સતામણી કરી હતી. આ સંદર્ભે વિદેશી યુવતીએ મહિલા આયોગ, નવરંગપુરા પોલીસ સ્ટેશન, સોલા પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશનમાં કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના સીએમડી રાજીવ ઈન્દ્રવદનભાઈ મોદી અને તેને મદદ કરનારા જોન્સન મેથ્યુ સામે જાતિય સતામણી અને દુષ્કર્મ ફરિયાદ દાખલ કરવા માટે લેખિત ફરિયાદ કરી હતી. જોકે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આરોપો છે.

આમ રાજીવ મોદી અને બલ્ગેરિયન યુવતીના વિવાદનો મામલો વણસી રહ્યો છે. ત્યારે આ કેસમાં હવે નવા નામની એન્ટ્રી થઈ છે. બલ્ગેરિયન યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી ત્યારે એક નિવૃત આઈપીએસ અધિકારીએ ભલામણ કરી હતી. નિવૃત ડીજી કેશવ કુમાર નામના આ અધિકારીએ મહિલા અધિકારીને ફરિયાદ ન કરવા ભલામણ કરી હતી. નિવૃત ડીજી કેશવ કુમાર તેમનું નિવેદન નોંધાવવા પોલીસ કમિશનર ઓફિસમાં નિવેદન આપવા હાજર થયા હતા. કેશવ કુમારને આ કેસમાં તેમની ભુમિકા અંગે જવાબ આપવા પોલીસે બોલાવ્યા હતા. બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી સામે જિય શોષણની ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદ દબાવી દેવા માટે કેશવ કુમારની ભુમિકા હોવાનો આક્ષેપ પોતાની એફિડેવિટમાં કર્યો છે. કેશવ કુમાર ડીજીપી તરીકે એસીબીમાંથી નિવૃત થયા છે. તે નિવૃત થયા બાદ કેડિલા પાર્માસ્યુટિકલ સાથે સંકળાયેલા હતા. ત્યારે નિવૃત આઈપીએસ અધિકારી પોતાનું નિવેદન નોંધાવવા માટે કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા.

પોલીસે આ મામલે રાજીવ મોદીને ક્લિનચીટ આપી હતી. જોકે ભોગ બનેલી યુવતીએ સામે આવીને કહ્યું હતપં કે હજી કેસ પૂરો થયો નથી. ગત રોજ બલ્ગેરિયન યુવતીએ સીપી ઓફિસ ખાતે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. જ્યાં તે 8 કલાક રોકાઈ હતી અને 6 પાનાનું નિવેદન આપ્યું હતું. સાથે જ પોલીસે બલ્ગેરિયન યુવતીને 12 જેટલા સવાલો પણ પુછ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Loksabha Election 2024/ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ

આ પણ વાંચો: Anand/બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો: Women leader/કરણીસેનાની બે મહિલા આગેવાનોને પોલીસે કર્યા નજરકેદ