ગુજરાત/ બનાસકાંઠા જિલ્લાનું રૂપપુરા ગામ કોમી એકતાનું પ્રતીક બન્યું

પાલનપુરના રૂપપુરા ગામમાં હિન્દૂ સમાજ ના લોકોએ મુસ્લિમ પરિવારને હજયાત્રાએ જવા મદદ પુરી પાડી કોમી એકતા ના દર્શન કરાવ્યા.

Gujarat Others Trending
Beginners guide to 2024 05 09T151256.218 બનાસકાંઠા જિલ્લાનું રૂપપુરા ગામ કોમી એકતાનું પ્રતીક બન્યું

@ બનાસકાંઠા, રમેશ પટેલ

પાલનપુરના રૂપપુરા ગામમાં હિન્દૂ સમાજ ના લોકોએ મુસ્લિમ પરિવારને હજયાત્રાએ જવા મદદ પુરી પાડી કોમી એકતા ના દર્શન કરાવ્યા. માનવતા એ સૌથી મોટો ધર્મ અને તેની પ્રતીતિ કરાવતું ગામ એટલે રૂપપુરા ગામ. રૂપપુરા ગામ જ્યાં કોમી એકતાના દર્શન થાય છે. હિન્દુ સમાજના આ ગામમાં વર્ષોથી એક જ મુસ્લિમ પરિવારનું ઘર છે અને આ મુસ્લિમ પરિવાર સાથે હિન્દુ સમાજ ના લોકો નો વર્ષો થી એવો ઘરોબો છે કે આજે મુસ્લિમ ધર્મ માં પવિત્ર મક્કા ધામ હજયાત્રા માટે આ મુસ્લિમ પરિવાર ને આખા ગામે તમામ મદદ પૂરી પાડી હજ માટે વિદાય આપતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ જે સમગ્ર ગામમાં હિન્દુ સમાજના લોકો રહે છે. પરંતુ આ ગામમાં વર્ષોથી એક મુસ્લિમ પરિવાર પણ રૂપપુરા ગામમાં વસવાટ કરી રહ્યું છે. આમ તો એવું જોવા મળતું હોય છે કે હિન્દુ અને મુસ્લિમ સમાજ ની જ્યારે વાત આવે ત્યારે લોકો નો નજરિયો બદલાઈ જતો હોય છે. પરંતુ આ રૂપપુરા ગામે એક અનોખું કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

WhatsApp Image 2024 05 09 at 14.33.03 બનાસકાંઠા જિલ્લાનું રૂપપુરા ગામ કોમી એકતાનું પ્રતીક બન્યું

1960થી એક મુસ્લિમ પરિવાર રૂપપુરાના હિન્દુ સમાજના ગામમાં વસવાટ કરી રહ્યું છે. અને આજ સુધી આ મુસ્લિમ પરિવારે હિન્દુ સમાજ ના લોકો સાથે હળી મળીને નવરાત્રી નો સમય હોય હોળી ધુળેટીનો સમય હોય કે દિવાળી હોય તમામ તહેવારો પણ સાથે ઉજવ્યા છે અને મુસ્લિમ સમાજનો કોઈ તહેવાર હોય તો હિન્દુ સમાજના લોકો પણ તેમની સાથે જોડાઈને ઉજવણી કરતા હોય છે. 60 થી વધુ વર્ષોથી ભાઈચારો આ ગામમાં જળવાઈ રહ્યો છે અને રૂપપુરા ગામના ગ્રામજનો આ મુસ્લિમ પરિવારના લગ્નમાં અને મામેરામાં પણ તમામ મદદ પૂરી પાડી અને અનોખો સંદેશો પણ પૂરો પાડ્યો છે.  ત્યારે વર્ષો બાદ હવે મુસ્લિમ પરિવારના દીકરાઓ અને તેમનો પરિવાર મુસ્લિમ ધર્મના પવિત્ર ગણાતા યાત્રાધામ એવા મક્કા ખાતે જ્યારે હજ પઢવા માટે જઈ રહ્યો છે. ત્યારે સમગ્ર રૂપપુરા ગામ તેમની મદદે આવ્યું છે અને તેમને ફૂલહાર પહેરાવી ગળે લગાવીને હજ માટેની વિદાય આપવા માટે એકઠા થયા હતા.

હિન્દુ સમાજના લોકોનું કહેવું છે કે જ્યારે પણ કોઈ તહેવારની ઉજવણી કરવાની હોય કે લગ્ન પ્રસંગની વાત હોય હંમેશા હિન્દુ સમાજ સાથે આ મુસ્લિમ પરિવાર રહ્યું છે અને મુસ્લિમ પરિવારના સાથે તમામ હિન્દુ સમાજના આખા ગામના લોકો રહ્યા છે એટલે કે વર્ષોથી આ ભાઈચારાની ભાવના જોડાઈ રહી છે અને આજે તેઓ હજયાત્રા એ જઈ રહ્યા છે ત્યારે આખા ગામના લોકો પણ ભાવુક બન્યા છે. અને તેમની આ પવિત્ર યાત્રા સફળ થાય તે માટે શુભકામનાઓ પણ આપી રહ્યા છે..આજે રૂપપૂરા ગામ તેમની ફૂલહાર સાથે વિદાય આપવા એકઠું થયું છે. આ ગામમાં આટલા વર્ષો થી કોઈ દિવસ મુસ્લિમ પરિવાર અને હિન્દુ સમાજના લોકો વચ્ચે કોઈ અણબનાવ બન્યો નથી…અને આ ગામ સર્વ ધર્મ સમભાવ ની ભાવના સાથે હળી મળી ને રહે છે.

WhatsApp Image 2024 05 09 at 14.33.04 1 બનાસકાંઠા જિલ્લાનું રૂપપુરા ગામ કોમી એકતાનું પ્રતીક બન્યું

રૂપપુરા ગામે રહેતા મુસ્લિમ સમાજના મન્સૂરી પરિવાર હજયાત્રા માટે જઈ રહ્યા છે જેને વિદાય આપવા માટે સમગ્ર ગ્રામજનો એકઠા થયા હતા અને ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડીને તેમને વિદાય આપવામાં આવી હતી. જોકે આ વિદાયથી મુસ્લિમ પરિવારના પરિવારજનોએ કહ્યું હતું કે સર્વ ધર્મ સમભાવની ભાવના વર્ષોથી અમે આ રૂપપુરા ગામમાં જોઈ છે અને આ રૂપપુરા ગામના ગ્રામજનો દ્વારા અમને વર્ષોથી એક પરિવાર માનીને સાથે રહીને તમામ તહેવારો કે લગ્ન પ્રસંગ હોય તમામ બાબતે અમને આમંત્રણ આપવામાં આવે છે અને અમે વર્ષોથી હિન્દુ સમાજના લોકો સાથે એક પરિવાર તરીકે રહીએ છીએ અને આજે આ ગ્રામજનોએ અમને બોલાવીને અમારું સ્વાગત કર્યું છે અને અમારી વિદાયમાં અમને જે મદદ કરી છે અમને જે સહકાર આપ્યો છે તે અમે ક્યારેય ભૂલી શકીએ તેમ નથી અને આ હજ ની યાત્રામાં અમે દુઆ કરીશું કે રૂપપુરા ગામ માં આ જિલ્લો રાજ્ય અને દેશમાં સુખ શાંતિ રહે અને દરેક ધર્મના લોકો સર્વ ધર્મ સમભાવની ભાવનાથી સાથે રહે તેવી પ્રાર્થના સાથે દુવાઓ કરીશું અને આ ગામ એ સમગ્ર લોકોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે વર્ષોથી એક ભાઈચારાની ભાવના કેવી રીતે કેળવાય અને હિન્દુ સમાજના લોકો વચ્ચે એક મુસ્લિમ પરિવારને જે પ્રેમ સ્નેહ આપ્યો છે તે ક્યારેય ભૂલી શકીએ તેમ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Live:’બંધારણની રક્ષા માટે પોતાનો જીવ આપવા તૈયાર છું, કોંગ્રેસ બંધારણને નષ્ટ થવા દેશે નહી’ રાહુલ ગાંધીનો મોદી પર પ્રહાર

આ પણ વાંચો:વિશ્વાસ જ ગુમાવી દેશે લોકો; બંગાળના શિક્ષક ભરતી કૌભાંડ પર બોલ્યા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….