Ahmedabad News/ ટાસ્ક પુરા કરવાથી કમિશન મળશે એવી લાલચ આપીને 13.49 લાખની છેતરપિંડી

અમદાવાદના રહેવાસીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : ટાસ્ક પુરા કરવાથી કમિશન મળશે એવી લાલચ આપીને અમદાવાદના એક રહેવાસી સાથે રૂ.13.49.304 ની છેતરપિંડી કરવામાં આવી હતી. આ બનાવની વિગત મુજબ નરોડામાં રહેતા શુભમ લલીતકુમાર ગોહેલ (28)ને કોઈ અજાણ્યા મોબાઈલ ધારકે ફોન કરીને પોતાનું નામ પ્રિયા કુલકર્ણી હોવાનું જણાવીને વાત કરી હતી. પ્રિયાએ ટાસ્ક પુરાકરવાથી કમિશન મળશે એવી લાલચ શુભમ ગોહેલને આપી હતી.

તે સિવાય ઘેર બેઠા પાર્ટ ટાઈમ નોકરી આપવાનું કહીને શુભમ ગોહેલને વિશ્વાસમાં લીધો હતો. બાદમાં પ્રિયા કુલકર્ણીએ ટેલિગ્રામ ચેનલ એડમિનની લિંક મોકલીને ટાસ્ક મોકલ્યા હતા. જે શુભમે પુરા કર્યા હતા. જેના બદલામાં શુભમને કમિશન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ટાસ્ક પેટે કુલ રૂ. 13,49,304 તેઓના ખાતામાં ભરાવડાવ્યા હતા.

પરંતુ પુરા કરેલા ટાસ્કના કમિશનના પૈસા પરત આપ્યા ન હતા. જેને પગલે શુભમ ગોહેલે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટમાં ચોંકાવનારો કિસ્સો, 7 મહિનાની ગર્ભવતી પત્ની અચાનક ગુમ થતા પતિની ગુહાર

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે મેડિકલ બોર્ડ માટે નિયમો જારી કર્યા

આ પણ વાંચો: માત્ર શંકાના આધારે કોઈને દોષિત ઠેરવી શકાય નહીં, ગુજરાત હાઈકોર્ટ