Principal/ ભરતીના ધમધમાટ વચ્ચે હજી પણ 390 આચાર્યોની જગ્યા ખાલી

રાજ્યના શિક્ષણ વિભાગે તાજેતરમાં ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં આચાર્યો અને શિક્ષકોની ભરતીનો ધમધમાટ બોલાવ્યો છે. આ ધમધમાટના લીધે કેટલાય શિક્ષકો, શિક્ષણ સહાયકો અને આચાર્યોની નિમણૂક કરવામાં આવી છે.

Gandhinagar Top Stories Gujarat
YouTube Thumbnail 2023 11 27T100903.539 ભરતીના ધમધમાટ વચ્ચે હજી પણ 390 આચાર્યોની જગ્યા ખાલી

ગાંધીનગર: રાજ્યના શિક્ષણ વિભાગે તાજેતરમાં ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં આચાર્યો અને શિક્ષકોની ભરતીનો ધમધમાટ બોલાવ્યો છે. આ ધમધમાટના લીધે કેટલાય શિક્ષકો, શિક્ષણ સહાયકો અને આચાર્યોની નિમણૂક કરવામાં આવી છે.

જો કે અનાજ દળનાર તમારુ જ અનાજ દળી આપીને જેમ તેની ઘટ કાપી લે તેવું વલણ સરકારમાં પણ જોવા મળી રહ્યું છે. સરકારે એકબાજુએ આચાર્યોની ભરતી પ્રક્રિયા પૂરી કરી હોવાનુ જણાવ્યું છે. પણ હકીકત એ છે કે શિક્ષણ વિભાગના જ આંકડા મુજબ આચાર્યોની 1,841 ખાલી જગ્યાઓ સામે 1,441ની ભરતી કરવામાં આવી છે. આમ 390 આચાર્યોની જગ્યા સરકારે ખાલી રાખી છે. કેટલાક કટાક્ષમાં તેને સરકારના શિક્ષણ વિભાગે નિમણૂક પ્રક્રિયામાં કાપેલી ઘટ પણ કહે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે હવેજે શાળાઓના આચાર્યો નિમણૂક રહી ગઈ છે તેઓએ માંગ કરી છે કે વિભાગ બાકીની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતીનો બીજો રાઉન્ડ યોજે. રાજ્ય સરકારે આચાર્યોની ભરતી પ્રક્રિયાની જાહેરાત કરી હતી અને 22 મેથી અરજીઓ સ્વીકારવાનું શરૂ કર્યું હતું. શિક્ષણ વિભાગને ઉમેદવારો તરફથી લગભગ 3,700 અરજીઓ મળી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે ઉમેદવારોએ તેમના રહેઠાણ અથવા મૂળ શહેરોની નજીકની શાળાઓ પસંદ કરી હતી. આના પરિણામે કેટલીક જગ્યાઓ પસંદ કરવામાં આવી ન હતી, જેના કારણે 390 જગ્યાઓ ખાલી પડી હતી. હવે સરકાર બાકીની જગ્યા ભરવા માટે કેટલા સમયમાં કાર્યવાહી કરે છે તેના પર બધાની નજર છે.


આ પણ વાંચોઃ Ahmedabad-Theft/ અમદાવાદમાં તસ્કરો હાથફેરો કરી ગયા, બંધ દુકાનમાંથી કરી ચોરી

આ પણ વાંચોઃ Sierra Leone/ આ આફ્રિકન દેશમાં, બંદૂકધારીઓએ આર્મી બેરેક પર જોરદાર હુમલો કર્યો

આ પણ વાંચોઃ Israel Hamas War/ ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધ હંમેશ માટે બંધ થઈ જશે, જો બિડેને મોટી વાત કહી