ડાકોરઃ ડાકોરના માર્ગો ‘જય રણછોડ માખણ ચોર’ના નાદથી ગુંજી ઉઠશે. સાંજે ઉથાપન આરતી બાદ ભગવાનની પરંપરાગત રીતે શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર ફરશે અને ભક્તો અબીલ-ગુલાલના છોડો ઉછાળી આ ઉત્સવના વધામણાં કરશે. આ સમયે ડાકોરની ગલીઓ ‘જય રણછોડ માખણ ચોર’ના નાદથી ગુંજી ઉઠશે. આજથી 4 વર્ષ પહેલાં ગજરાજ પર ભગવાનની શાહી સવારી નીકળતી હતી. પરંતુ કોરોના કાળથી આ પ્રથા બંધ કરાઈ દેવામાં આવી છે.
રણછોડરાયજીના દર્શનના સમયમાં ફેરફાર
રણછોડરાયજી મંદિર ડાકોરમાં 25 માર્ચે હોળી (ફાગણી પૂનમ મેળો) પૂર્ણિમા ઉત્સવ શરૂ ઉજવાશે. આ ઉત્સવને લઈને 24 અને 25 માર્ચે ભગવાનના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. 24 માર્ચ વહેલી સવારે પાંચ વાગે મંગળાઆરતી અને 25 માર્ચે વહેલી સવારે 4 કલાકે મંગળા આરતી થશે.
ફુલડોલ ઉત્સવ સવારે બેથી ત્રણ વાગ્યા સુધી ઉજવાશે. બપોરે ત્રણથી પાંચ વાગ્યા સુધી જગતમંદિર બંધ રહેશે. સાંજે પાંચ વાગ્યાથી નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે. દ્વારકામાં જગતમંદિર ખાતે હોળીના આગામી તહેવાર દરમિયાન ફુલડોલ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ફુલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
ડાકોરમાં આમલકી એકાદશીથી પૂર્ણિમા સુધી હોળી ફાગણી પૂનમ મેળો યોજાશે. આ ઉત્સવનો લાભ લેવા સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પદયાત્રિકો સહિત શ્રદ્ધાળુઓનો માનવમહેરામણ ઉમટશે. ઉત્સવને લઈને ડાકોર મંદિર અને વહીવટીતંત્ર પૂરજોશથી તૈયારી કરી રહ્યું છે.
આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….
આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો
આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી