સસ્પેન્ડ/ ઉત્તરપ્રદેશમાં PM મોદીના પ્રવાસ દરમિયાન બેદરકારી મામલે 9 પોલીસકર્મી સસ્પેન્ડ…

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ફરજમાં બેદરકારી દાખવનાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે

Top Stories India
POLICE UP ઉત્તરપ્રદેશમાં PM મોદીના પ્રવાસ દરમિયાન બેદરકારી મામલે 9 પોલીસકર્મી સસ્પેન્ડ...

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ફરજમાં બેદરકારી દાખવનાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ADG ઝોનની સૂચના પર, એક સબ ઇન્સ્પેક્ટર અને 8 કોન્સ્ટેબલ સહિત 9 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પોલીસકર્મીઓ QRT ટીમ-6માં સામેલ હતા. તમામ આઠ કોન્સ્ટેબલ કૌશામ્બી જિલ્લાના સરાય અકીલ પોલીસ સ્ટેશનથી આવ્યા હતા. સબ ઈન્સ્પેક્ટર પ્રયાગરાજના નવાબગંજ પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા.

 PM નરેન્દ્ર મોદી મંગળવારે યુપીના પ્રયાગરાજ પહોંચ્યા હતા, જ્યાં તેમણે 16 લાખ મહિલાઓને 1000 કરોડની ભેટ આપી હતી. તેમના હરીફો પર કટાક્ષ કરતા વડા પ્રધાને કહ્યું કે છોકરીઓ માટે લગ્નની ઉંમર વધારીને 21 કરવાના સરકારના નિર્ણયથી મહિલાઓ ખુશ છે, પરંતુ તેનાથી કેટલાકને નુકસાન થઈ રહ્યું છે.મોદીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપવામાં આવેલા 30 લાખ મકાનોમાંથી 25 લાખ ઘર ઉત્તર પ્રદેશમાં મહિલાઓના નામે નોંધાયેલા છે. આ મહિલા સશક્તિકરણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.તેમણે કહ્યું હતું કે, છોકરીઓને આગળ ભણવાની અને આગળ વધવાની તક મળવી જોઈએ, તેથી કેન્દ્રએ તેમના લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ આના કારણે કોને તકલીફ પડી રહી છે, તે બધા જોઈ રહ્યા છે.

સમાજવાદી પાર્ટીના સાંસદો શફીક ઉર રહેમાન અને એસટી હસને લગ્નની કાયદેસર ઉંમર વધારવાના કેન્દ્રના પગલાની ટીકા કરી હતી. જો કે, સપા પ્રમુખ અખિલેશ યાદવે આ સાંસદોના નિવેદનથી પોતાને દૂર રાખીને કહ્યું કે સપા એક પ્રગતિશીલ પાર્ટી છે અને સાંસદોના મંતવ્યો વ્યક્તિગત છે.