Def-Expo 2022/ ડિફેન્સ એક્સ્પોના લીધે અમદાવાદના આ રસ્તાઓ 18 થી 22 તારીખ સુધી રહેશે બંધ,જાણો વિગત

એશિયાનો સૌથી મોટો ડિફેન્સ એક્સ્પો ગાંધીનગર યોજાશે. ભારતની પ્રમુખ સંરક્ષણ પ્રદર્શન – ડિફેન્સ એક્સ્પો 2022ની 22મી આવૃત્તિ 18થી 22 ઓક્ટોબર સુધી ગાંધીનગરમાં યોજાશે

Top Stories Gujarat
4 26 ડિફેન્સ એક્સ્પોના લીધે અમદાવાદના આ રસ્તાઓ 18 થી 22 તારીખ સુધી રહેશે બંધ,જાણો વિગત
  • તા.18 થી 22 સુધી અમદાવાદમાં કેટલાંક રસ્તા બંધ
  • રિવરફ્રન્ટ પૂર્વ- પશ્ચિમનો રસ્તો બંધ રહેશે
  • ડિફેન્સ એક્સ્પો-2022ના આયોજનને કારણે રસ્તો બંધ
  • ડિફેન્સ એક્સ્પોમાં ઈ-ટિકિટ દ્વારા એન્ટ્રી અપાશે
  • સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડિફેન્સ એક્સ્પોનું આયોજન
  • રિવરફ્રન્ટ વેસ્ટ-ઇસ્ટનો પાંચ દિવસ કાર્યક્રમ
  • જેને કારણે કેટલાંક કલાકો દરમિયાન રૂટ રહેશે
  • બપોરે 3થી રાત્રે 9 સુધી કેટલાંક રૂટ રહેશે બંધ
  • વાડજ સર્કલથી આશ્રમરોડનો ઉપયોગ કરવાનો રહેશે
  • રિવરફ્રન્ટ ઇસ્ટનો રસ્તો સવારે 8થી રાત્રે 9 સુધી બંધ રહેશે
  • વાહનચાલકો ડફનાળાથી શાહીબાગ થઇ લાલ દરવાજા તરફ રૂટ રહેશે

એશિયાનો સૌથી મોટો ડિફેન્સ એક્સ્પો ગાંધીનગર યોજાશે. ભારતની પ્રમુખ સંરક્ષણ પ્રદર્શન – ડિફેન્સ એક્સ્પો 2022ની 22મી આવૃત્તિ 18થી 22 ઓક્ટોબર સુધી ગાંધીનગરમાં યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19મી ઓક્ટોબરે તેનું ઉદઘાટન કરશે. કેન્દ્રીય રક્ષા મંત્રાલય દ્વારા યોજાનાર DefExpo 2022 અંતર્ગત ગાંધીનગર અને અમદાવાદ ખાતે 18 થી 22 ઓક્ટોબર 2022 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપો અંતર્ગત સાબરમતી રિવર ફ્રન્ટના પૂર્વ કાંઠે જાહેર જનતા માટે પ્રદર્શન જોવા જરૂરી સૂચનાઓ જાહેર કરાઈ છે.આ ડિફેન્સ એકસ્પો યોજાવવાની હોવાથી અમદાવાદના શહેરીજનો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તારીખ 18 થી 22 સુધી અમદાવાદના કેટલાક રરસ્તાઓ બંધ રહેશે, અમદાવાદના શહેરીૂજનોને અગવડતા ન પજે તેના લીધે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રિવરફ્રન્ટ વેસ્ટ-ઇસ્ટનો પાંચ દિવસ કાર્યક્રમ ચાલવાનો હોવાથી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઇને રસ્તાઓ બંધ કરવાની વ્યવ્સથા કરવામાં આવી છે. બપોરે 3થી 9 સુધી કેટલાક રૂટ બંધ રહેશે. વાડજ સર્કલથી આશ્ર્મરોડનો ઉપયોગ કરવાનો રહેશે. જ્યારે રિવરફ્રન્ટનો ઇસ્ટનો રસ્તો સવારે 8થી રાત્રે 9 બંધ રહેશે. વાહનચાલકોએ ડફનાળાથી શાહીબાગ થઇ લાલ દરવાજા તરફ જવાનો રૂટ રહેષે.

Def-Expo 2022ના વિવિધ કાર્યક્રમનો લહાવો લેવા મુલાકાતીઓને ઈ-ટિકિટ દ્વારા એન્ટ્રી આપવામાં આવશે સાથે જ ઇ-ટિકિટમાં ઉલ્લેખિત તારીખ અને સમય પર જ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે. આ ઇ-ટીકીટ eventreg.in/registration/visitor વેબસાઇટ પર વિનામૂલ્યે ઉપલબ્ધ થશે.મુલાકાતીઓએ પ્રદર્શન સ્થળના પ્રવેશ દ્વાર પર પ્રવેશ કરતા પહેલા QR કોડ/બાર કોડ સ્કેન કરવાનો રહેશે અને સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખકાર્ડ દા.ત. આધાર કાર્ડ/ડ્રાઈવિંગ લાયસન્સ/મતદાર આઈડી/પાન કાર્ડ વગેરે રજૂ કરવાના રહેશે. પ્રદર્શન દરમિયાન કોવિડના નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવશે.