Not Set/ રાજકોટના ઉધોગપતિ મહેન્દ્ર ફળદુના આપઘાતના મામલે ઓડિયો કલીપ વાયરલ,પોલીસે સાત લોકો સામે ફરિયાદ નોંધી

ઈન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા તપાસના સુપર વિઝન માટે SIT ટીમની રચના કરી છે. જેમાં SITમાં ACP, DCP, P.I અને એક PSIનો સમાવેશ થશે.

Top Stories Gujarat
rajkot રાજકોટના ઉધોગપતિ મહેન્દ્ર ફળદુના આપઘાતના મામલે ઓડિયો કલીપ વાયરલ,પોલીસે સાત લોકો સામે ફરિયાદ નોંધી
  • રાજકોટના બિલ્ડર આપઘાતનો મામલો
  • બિલ્ડરનો ઓડિયો થયો વાયરલ
  • પ્રેસરિલીઝ સાથે પોતે ત્રસ્ત હતા
  • ઓઝોન ગ્રુપના ડિરેક્ટર ના વર્તનનો કર્યો છે ઉલ્લેખ
  • IPS અને IAS ધમકાવતા હોવાનો ઉલ્લેખ
  • આખરે હું જીવનનો અંત લાવું છું તેવું કીધુ

રાજકોટના ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુના આપઘાતનો મામલે ઓડિયો ક્લિપ આવી સામે છે. પ્રેસ નોટની સાથે મહેન્દ્ર ફળદુએ ઓડિયો ક્લિપ પણ બનાવી હતી. ઓઝોન ગ્રુપના ત્રાસથી કંટાળી ફરજિયાત મરવું પડે તેમ છે. ઉલ્લેખનીય છે કે પોલીસે 7 લોકો સામે આપઘાત ફરજ પાડવા બદલ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અને આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના P.I ચાવડા તપાસ કરશે ઈન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા તપાસના સુપર વિઝન માટે SIT ટીમની રચના કરી છે. જેમાં SITમાં ACP, DCP, P.I અને એક PSIનો સમાવેશ થશે.

પોલીસ તપાસમાં ગઇકાલે સ્યુસાઇડ નોટ લખી હોવાનું સામે આવ્યું છે. ઓફિસમાં કામ કરતા કર્મચારીએ પ્રથમ મહેન્દ્રભાઇનો મૃતદેહ જોયો હતો. કર્મચારીએ મહેન્દ્ર ભાઇના ભાઈ અને પુત્રને જાણ કરવામાં આવી હતી. જ્યાં પુત્ર અને ભાઇએ આવી તપાસ કરતા ટેબલ પર એક ચિઠ્ઠી મળી હતી. જ્યાં ચિઠ્ઠીમાં મોબાઈલ ડેટા ઓન કરવા લખ્યું હતું. મોબાઈલ ડેટા ઓન કરતા સ્યુસાઇડ નોટ મીડિયા સુધી પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં સ્યુસાઇડ નોટ 3 પાનાની હોવાનું સામે આવ્યું છે.

સૌરાષ્ટ્રની જાણીતી કડવા પાટીદાર સમાજની સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પોતાની ઓફિસમાં ઝેરી દવા પી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેમના આપઘાત પહેલાની આ ઓડિયો કિલપમાં રાજકોટ શહેરનાં બિલ્ડર એમ. એમ. પટેલ (સુરેજા), અમિત ચૌહાણ, અતુલ મહેતા તથા અમદાવાદનાં ઓઝોન ગ્રૂપના જયેશ કાન્તિલાલ પટેલ, દીપક પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, પ્રણય કાન્તિલાલ પટેલના કારણે આપઘાત કર્યા હોવાનો ખુલાસો કર્યો હતો.