Not Set/ રાજ્યમાં સ્વાઈન ફ્લૂથી વધુ 3ના મોત, સ્વાઇન ફ્લૂના વધતા જતા કેસથી સરકાર ચિંતિત

રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કારણે વધુ 3 દર્દીનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાક દરમિયાન વધુ ત્રણ મોત નોંધાતા તંત્ર હરકતમાં આવી ગયું છે. રાજ્યમાં અત્યારે કુલ 190 સ્વાઈન ફ્લૂના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. રાજ્યમાં સ્વાઈન ફ્લૂને કારણે વધુ 3 દર્દીના મોત થઈ જતાં સરકારે આગમચેતીનાં પગલાં શરૂ કર્યાં છે. સરકાર દ્વારા લોકોને સાવચેતીનાં પગલાં […]

Top Stories Gujarat Videos
mantavya 319 રાજ્યમાં સ્વાઈન ફ્લૂથી વધુ 3ના મોત, સ્વાઇન ફ્લૂના વધતા જતા કેસથી સરકાર ચિંતિત

રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કારણે વધુ 3 દર્દીનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાક દરમિયાન વધુ ત્રણ મોત નોંધાતા તંત્ર હરકતમાં આવી ગયું છે. રાજ્યમાં અત્યારે કુલ 190 સ્વાઈન ફ્લૂના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.

રાજ્યમાં સ્વાઈન ફ્લૂને કારણે વધુ 3 દર્દીના મોત થઈ જતાં સરકારે આગમચેતીનાં પગલાં શરૂ કર્યાં છે. સરકાર દ્વારા લોકોને સાવચેતીનાં પગલાં લેવા માટે જણાવાયું છું.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સ્વાઈન ફ્લૂનાં નવા 53 પોઝિટિવ કેસ નોંધાયા છે. સમગ્ર રાજ્યમાં સ્વાઈન ફ્લૂના પોઝિટીવ એવા 190 જેટલા દર્દીઓ હજુ સારવાર લઈ રહ્યા છે.

રાજ્યમાં ચાલુ માસમાં સ્વાઈન ફ્લુના કુલ 549 પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાજ્યમાં સ્વાઇન ફ્લૂથી મૃત્યુનો કુલ આંક 17 ઉપર પહોંચ્યો છે.