Not Set/ સર્જિકલ સ્ટ્રાઈકના બે વર્ષ પુરા થયા પર ગૃહમંત્રીએ આપ્યા સંકેત, કહ્યું, બોર્ડર પર કઈક મોટું ઓપરેશન થયું છે !

મુઝફ્ફરનગર, ૨૮ – ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૬ની એ રાત્રિ કે જયારે ભારતીય સેના દ્વારા આંતકીઓના સેફ હેવન ગણાતા પાકિસ્તાનમાં ત્રણ કિમી અંદર જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. સેનાના આ ખાસ ઓપરેશનમાં જવાનોએ loc (લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ)માં ઘૂસીને પાકિસ્તાનનમાં ઉભા કરેલા આતંકીઓના કેમ્પ તેમજ તેઓના લોન્ચિંગ પેડને નષ્ટ કર્યા હતા અને ૪૮ આતંકીઓને ઠાર કર્યા […]

Top Stories India Trending
Rajnath Singh 1 1 સર્જિકલ સ્ટ્રાઈકના બે વર્ષ પુરા થયા પર ગૃહમંત્રીએ આપ્યા સંકેત, કહ્યું, બોર્ડર પર કઈક મોટું ઓપરેશન થયું છે !

મુઝફ્ફરનગર,

૨૮ ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૬ની એ રાત્રિ કે જયારે ભારતીય સેના દ્વારા આંતકીઓના સેફ હેવન ગણાતા પાકિસ્તાનમાં ત્રણ કિમી અંદર જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. સેનાના આ ખાસ ઓપરેશનમાં જવાનોએ loc (લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ)માં ઘૂસીને પાકિસ્તાનનમાં ઉભા કરેલા આતંકીઓના કેમ્પ તેમજ તેઓના લોન્ચિંગ પેડને નષ્ટ કર્યા હતા અને ૪૮ આતંકીઓને ઠાર કર્યા હતા.

આ ખાસ ઓપરેશનને આજે ૨ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, ત્યારે હવે આ ખાસ સમય પર વધુ એક મોટી માહિતી સામે આવી રહી છે.

ખુબ સારી રીતે થયું, અને તે આગળ પણ બતાવવામાં આવશે : ગૃહમંત્રી

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ દ્વારા બોર્ડર પર પાકિસ્તાનના ટાર્ગેટ પર વધુ એક મોટી જવાબી કાર્યવાહી કરવામાં આવી હોવાના સંકેત આપવામાં આવી રહ્યા છે. આ પહેલા સેનાની મોટી કાર્યવાહી અંગે BSFના DG કે કે શર્મા પણ કરી ચુક્યા છે.

હકીકતમાં, શુક્રવારે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજનાથ સિંહે મોટી કાર્યવાહી અંગેના સંકેત આપતા કહ્યું હતું કે, “BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ના એક જવાન સાથે પાકિસ્તાન દ્વારા જે પ્રકારે ક્રુરતા આચરવામાં આવી હતી, તેને તમે પણ જોઈ હશે. આ જોતા બોર્ડર પર કઈક થયું છે“.

તેઓએ વધુમાં કહ્યું, “બે કે ત્રણ દિવસ પહેલા કઈક થયું છે, બધું જ યોગ્ય રીતે થયું છે, અને હું વિશ્વાસ રાખું છું કે, તે ખુબ સારી રીતે થયું છે અને તેને આગળ પણ બતાવવામાં આવશે કે શું થશે?”.

રાઈફલની ગોળીઓની સંખ્યા ન ગણતા : ગૃહમંત્રી

રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, “હું એ આપના બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને કહ્યું હતું કે આ પડોશી છે, પહેલી ગોળી ન ચલાવતા, પરંતુ જયારે દુશ્મન દેશ સામેથી એક પણ ગોળી આવે તો આ સમયે ગોળીઓની સંખ્યા ન ગણતા”.

આ પહેલા BSFના DG કે કે શર્માએ શુક્રવારે કહ્યું હતું કે, “BSF દ્વારા એક મોટી સખ્ત અને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે કે, બીજા પક્ષને હ હંમેશાની મુકાબલામાં વધુ નુકશાન પહોચ્યું છે. અમે બીજીવાર પણ આ જ કરીશું”.

 પાકિસ્તાનના દ્વારા BSFના જવાનના દેહ સાથે આચરવામાં આવી હતી ક્રુરતા

0akfn8ho narender kumar bsf soldier throat slit 650 625x300 19 September 18 1 સર્જિકલ સ્ટ્રાઈકના બે વર્ષ પુરા થયા પર ગૃહમંત્રીએ આપ્યા સંકેત, કહ્યું, બોર્ડર પર કઈક મોટું ઓપરેશન થયું છે !
national-rajnath-singh-hints-cross-border-action-surgical-strikes-says-something-happened

મહત્વનું છે કે, પાકિસ્તાનના સૈનિકો દ્વારા ૫૧ વર્ષીય BSFના જવાન નરેન્દ્ર સિંહનું અપહરણ કરીને લઇ ગયા હતા, અને ત્યારવાદ પાક.ના નપુંસક સૈનિકો દ્વારા માનવતાને નેવે મૂકવામાં આવી હતી.

પહેલા પાકિસ્તાન આ સૈનિકોએ BSFના જવાનું ગળું કાપી નાખ્યું, શરીર પર કરંટ લગાવ્યો. આટલું જ નહીં ત્યારબાદ આ જવાનનો એક પગ કાપી નાખ્યો,.

આ તમામ હેવાનીયત આચર્યા બાદ તેઓથી રહેવાયું નહિ તો, BSF ના જવાનની આંખો કાઢી નાખી અને નરેન્દ્ર સિંહે તડપાવવામાં આવ્યા અને અંતે ગોળીઓ દ્વારા છલ્લી કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા.

આ હરકતો બાદ નરેન્દ્ર સિંહ નો ક્ષત વિક્ષિત હાલતમાં તેઓની મૃતદેહ ભારતીય સેનાના જવાનોને મળ્યો, ત્યારે તેઓ પણ જોઈને અચંબિત થઈ ગયા હતા..