અવસાન/ મરાઠી અભિનેત્રી પ્રેમા કિરણનું 61 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન

મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી રવિવારે સવારે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતી મરાઠી ફિલ્મ અભિનેત્રી પ્રેમા કિરણનું મુંબઈમાં નિધન થયું છે

Top Stories Entertainment
4 મરાઠી અભિનેત્રી પ્રેમા કિરણનું 61 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન

મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી રવિવારે સવારે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતી મરાઠી ફિલ્મ અભિનેત્રી પ્રેમા કિરણનું મુંબઈમાં નિધન થયું છે. હાર્ટ એટેક આવતાં અભિનેત્રીએ 61 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેત્રીના આકસ્મિક નિધનથી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે.મરાઠી અભિનેત્રી હોવા ઉપરાંત પ્રેમા કિરણે નિર્માતા તરીકે પણ કામ કર્યુ છે.. મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સિવાય તેણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે. પ્રેમા કિરણ ધૂમ ધડક (1985), મેડનેસ (2001), અર્જુન દેવા (2001), કુંકુ જાલે વારી (2005) જેવી ફિલ્મો માટે જાણીતી છે.

પ્રેમા કિરણે 80 અને 90ના દાયકામાં ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. દે દનાદન, ધૂમધડકા અને લક્ષ્મીકાંત બર્ડેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મમાં તેમના ગીતો આજે પણ એટલા જ પ્રખ્યાત છે.અભિનય ઉપરાંત તેણે 1989માં આવેલી ફિલ્મ ઉત્વાલા નવારા અને થરકપ જેવી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું. પ્રેમા કિરણે માત્ર મરાઠી જ નહીં પણ ગુજરાતી, ભોજપુરી, અવધી અને બંજારા ભાષાઓની ફિલ્મોમાં પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.