lumpy virus/ લમ્પી વાયરસ નિયંત્રણ માટે પુરજોશમાં કામગીરી, 6લાખથી વધુ પશુઓનું રસીકરણ

અત્યાર સુધી રાજયના કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં લમ્પી વાયરસના કેસ જોવા મળ્યા છે

Top Stories Gujarat Others
પશુધન અત્યાર સુધી રાજયના કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી,સુરેન્દ્રનગર, અમરેલી,ભાવનગર,બોટાદ,જુનાગઢ
  • – અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે, સારવારની કામગીરી શરુ
  • – 17 જિલ્લામાં 192 પશુચિકિત્સા અધિકારીઓ કાર્યરત
  • – 568 પશુધન નિરીક્ષક દ્વારા સઘન રસીકરણ કામગીરી
  • – વધારાના 298 આઉટસોર્સ્ડ પશુચિકિત્સકો 10 ગામ મોબાઈલ પશુ દવાખાના સાથે તૈનાત
  • – તાત્કાલિક માહિતી અને મદદ માટે ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર 1962

ગુજરાત રાજયના અનેક જીલ્લામાં અને તાલુકાઓમાં લમ્પી વાયરસે આતંક મચાવ્યો છે. અનેક પશુઓ અને ખાસ કરીને ગાય આ રોગનો ભોગ બની રહી છે. અનેક જીલ્લામાં મોટા પ્રમાણમા પશુઓના મોત થઈ રહ્યા છે. ત્યારે  અમૂલ્ય એવા પશુધન ને બચાવવા માટે જીવદયા પ્રેમી અને સરકાર બંને આગળ આવી છે.  અને અપશુ માટે રસીકરણ અને આઇસોલેશન જેવી સગવડ પૂરી પાડવામાં આવી રહી છે.

ગુજરાતમાં પશુધનમાં પ્રસરેલા લમ્પી વાયરસ નિયંત્રણ માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે, સારવાર અને રસીકરણ કામગીરી યુદ્ધના ધોરણે શરુ છે. નિરોગી પશુઓમાં લમ્પી વાયરસ ન ફેલાય તે માટે અત્યાર સુધીમાં કુલ 6લાખ 68 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. રાજ્યના 17 જિલ્લાના અઢાર સો થી વધુ ગામોમાં બાવન હજારથી વધુ પશુઓમાં લમ્પી વાયરસના કેસ જોવા મળતાં આ તમામ પશુઓને સારવાર અપાઈ છે.

What is lumpy virus, is it dangerous for humans?

કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠા જિલ્લામાં આજથી વેટરનરી કોલેજના સ્નાતક, અનુસ્નાતક અને પ્રાધ્યાપકો સહિતના 107 સભ્યોને તૈનાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજયના કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી,સુરેન્દ્રનગર, અમરેલી,ભાવનગર,બોટાદ,જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત ,પાટણ અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં લમ્પી વાયરસના કેસ જોવા મળ્યા છે જ્યાં પ્રશાસન દ્વારા સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. લમ્પી વાયરસગ્રસ્ત પશુને તાત્કાલિક સારવાર અને માહિતી માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1962 કાર્યરત છે.

Science/ શું પૃથ્વીના પરિભ્રમણની ઝડપ વધી રહી છે ? 29 જુલાઈના રોજ પૃથ્વીએ સૌથી ટૂંકા દિવસનો નવો રેકોર્ડ બનાવ્યો

National/ નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’માં કહ્યું-આઝાદીનો અમૃત ઉત્સવ એક જન આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યો છે

ભાવનગર/ સ્વચ્છતાના લીરેલીરા હેલ્થ ઓફિસ અને તાલુકા પંચાયતમાં જ કચરાના ઢગલા

Photos/ કુસ્તીબાજ પૂનિયાએ કોમનવેલ્થ ગેમ્સ માટે આ રીતે કરી તૈયારી, રોજ ખાધી અડધો કિલો બદામ અને….