અમદાવાદ/ GCCIના ટેકસટાઇલ ટાસ્કફોર્સ દ્વારા કરાયું ખાસ આયોજન, આ હતો મુખ્ય મુદ્દો

અમદાવાદમાં GCCIના ટેક્સટાઈલ ટાસ્કફોર્સ દ્વારા ટેક્સટાઇલ ઇન્ટરેક્ટિવ મીટ અને ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું.

Ahmedabad Gujarat
GCCIના
  • GCCIના ટેક્સટાઈલ ટાસ્કફોર્સનો કોન્ક્લેવ
  • અમદાવાદમાં યોજાયો કોન્ક્લેવ
  • 600 જેટલા સહભાગીઓ ભાગ લીધો
  • કેન્દ્રીય કાપડ રાજ્ય મંત્રીનું નિવેદન
  • ‘સરકાર તમામ પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિબદ્ધ’

અમદાવાદમાં GCCIના ટેક્સટાઈલ ટાસ્કફોર્સ દ્વારા ટેક્સટાઇલ ઇન્ટરેક્ટિવ મીટ અને ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું.સમગ્ર દેશમાંથી જીનિંગ, સ્પિનિંગ, વીવિંગ, પ્રોસેસ હાઉસ, ગાર્મેન્ટ ઉત્પાદકો, ટેકનિકલ ટેક્સટાઇલ અને મશીનરી ઉત્પાદકો જેવા ક્ષેત્રોમાંથી 600 જેટલા સહભાગીઓએ કોન્ક્લેવમાં ભાગ લીધો હતો. ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવમાં ટેક્સટાઇલ ઉદ્યોગના ચાર નેતાઓએ તેમના બિઝનેસ જૂથોની સફળતાની વાર્તા પર વાત કરી હતી. તો આ પ્રસંગે  કેન્દ્રીય કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશે જણાવ્યુ હતુ કે મંત્રી પીયૂષ ગોયલજી ઉદ્યોગને લગતા અને ખાસ કરીને ગુજરાતને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિબદ્ધ છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ટેક્સટાઇલ ટાસ્કફોર્સ દ્વારા 23મી એપ્રિલ, 2022ના રોજ શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર,અમદાવાદ, ગુજરાત ખાતે ટેક્સટાઇલ ઇન્ટરેક્ટિવ મીટ અને ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ 2022નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રસંગે કેન્દ્રીય કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશે જણાવ્યુ હતુ કે દરેક મંત્રાલયે સાથે સંકલ્પ લીધા છે કે દેશને ગ્લોબલી આગળ વધારવો. કોવિડ પછી અનેક સમસ્યાઓ આવી બધા જોડે ઓનલાઇન વાત કરી અને સમસ્યા દૂર કરવાના પ્રયાસ કર્યા પરિણામે 400 બિલિયન ડોલરનો ટાર્ગેટ હતો તે તે એચિવ કર્યો છે.  તેમણે કહ્યું કે નવસારી પાસે ટેક્સટાઈલ પાર્કની જગ્યા ફાઇનલ કરી દીધી છે. એક પાર્ક ગુજરાતને મળવાની શક્યતા છે.

ઉદઘાટન સત્રમાં માનનીય મંત્રી શ્રીમતી દર્શના જરદોષે જણાવ્યું હતું કે તેઓ અને માનનીય મંત્રી શ્રી પીયૂષ ગોયલજી ઉદ્યોગને લગતા અને ખાસ કરીને ગુજરાતને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે આ પ્રસંગે આમંત્રણ આપવા અને ઉદ્યોગપતિઓ સાથે વાર્તાલાપ કરવાની તક આપવા બદલ GCCIનો આભાર માન્યો હતો.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વિવિધ લોકલ,રિજનલ અને રાષ્ટ્રીય એસોસિએશનોને એક મંચ પર લાવવા અને સરકારને સૂચનો અને ભલામણોને એકત્ર કરીને રજુઆત કરવાના ચેમ્બરના આ અભૂતપૂર્વ પ્રયાસની સહભાગી એસોસિએશનોએ પ્રશંસા કરી હતી

સમગ્ર દેશમાંથી જીનિંગ, સ્પિનિંગ, વીવિંગ, પ્રોસેસ હાઉસ, ગાર્મેન્ટ ઉત્પાદકો, ટેકનિકલ ટેક્સટાઇલ અને મશીનરી ઉત્પાદકો જેવા ક્ષેત્રોમાંથી 600 જેટલા સહભાગીઓએ કોન્ક્લેવમાં ભાગ લીધો હતો. ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવમાં ટેક્સટાઇલ ઉદ્યોગના ચાર નેતાઓએ તેમના બિઝનેસ જૂથોની સફળતાની વાર્તા પર વાત કરી હતી. શ્રી પુનિત લાલભાઈ ,અરવિંદ ગ્રુપ, શ્રી રાજેશ માંડવેવાલા, વેલસ્પન ગ્રુપ, શ્રી રાજેન્દ્ર અગ્રવાલ, ડોનર ગ્રુપ, શ્રી મોહન કાવરી, સુપ્રીમ ગ્રુપ અને શ્રી રોહિત પાલ, ઈન્ફિલૂમ કોન્ક્લેવમાં વક્તાતરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પોલીસ કસ્ટડીમાં, કોંગ્રેસે પોલીસ સ્ટેશન બહાર કર્યો વિરોધ

ગુજરતનું ગૌરવ