Not Set/ અમરેલીમાં રાત્રે ફાટયું આભ, અનરાધાર વરસાદથી ખોડિયાર ડેમ થયો ઓવરફ્લો

અમરેલીમાં રાત્રે ફાટયું આભ અમરેલી જિલ્લામાં અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ગીર કેચમેંટ વિસ્તારમાં આભ ફાટ્યુ હતું. માત્ર દોઢ કલાકમાં 8 ઈંચ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતી સર્જાઈ હતી. અનરાધાર વરસાદના કારણે શેત્રુંજી નદી બે કાંઠે વહી રહી છે. બીજી તરફ ધારીના ખોડીયાર ડેમના તમામ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે. જેના કારણે પાદરગઢ, આંબરડી સહીતના […]

Gujarat Others
aaaaaaa 4 અમરેલીમાં રાત્રે ફાટયું આભ, અનરાધાર વરસાદથી ખોડિયાર ડેમ થયો ઓવરફ્લો

અમરેલીમાં રાત્રે ફાટયું આભ

અમરેલી જિલ્લામાં અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ગીર કેચમેંટ વિસ્તારમાં આભ ફાટ્યુ હતું. માત્ર દોઢ કલાકમાં 8 ઈંચ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતી સર્જાઈ હતી. અનરાધાર વરસાદના કારણે શેત્રુંજી નદી બે કાંઠે વહી રહી છે. બીજી તરફ ધારીના ખોડીયાર ડેમના તમામ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે. જેના કારણે પાદરગઢ, આંબરડી સહીતના ગામડાઓને અલર્ટ કરવામાં આવ્યા છે.

ખેલૈયાઓના ઓરતા પાણીમાં ઓગળી ગાયા.

અમરેલીમાં વરસાદ પડતાં ખેલૈયાઓનાના રંગમાં ભંગ પડ્યો હોતો. મોડી રાત્રે વરસાદ પડતાં ગરબે ઝૂમતા ખેલૈયાઓના ઓરતા પાણીમાં ઓગળી ગાયા હતા.

ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો

ધારી પંથકમાં અનરાધાર વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યું છે. ધારીનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થતાં ડેમના તમામ 9 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી 7200 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.