એક તરફ આપણે દેશને વિશ્વનાં વિકસીત દેશોની સમકક્ષ લાવવો છે. દેશમાં આ ફેસેલીટી નથી અને તે ફેસેલીટી નથી, રોડ નાના અને ખરાબ છે, તો ટ્રેનો ધીમી અને ગંદી કે સુવિઘા વિહીન છે. સરકારી હોસ્પીટલમાં આ ફેસેલીટી નથી અને શાળામાં આ સુવિધાનો અભાવ છે. અને સરકાર આમાં કાઇ પણ કરતી જ નથી. વર્ષોથી તંત્ર રામભરોશે ચાલી રહ્યું હોવાનાં દાવા લોકો અને તમામ વર્ગનાં લોકો કરી નાંખે છે.
સરકારી તંત્ર અને સુવિધાને સુધારવાની વાત કરવામાં આવે તો, કોઇ પણ સુવિધા કે કોઇ પણ ક્ષેત્રનાં વિકાસ માટે શુધ્ધ આંતરીક હરીફાઇ પાયાની જરૂરીયાત ગણાય છે. કોમ્પીટીશન વિના અપગ્રેટ થવું લગભગ લગભગ અસંભવ છે. અને જ્યારે કોઇ વસ્તુ કે પ્રોડક્સની મોનો પોલી હોય ત્યારે તેની ક્વોલીટી અને સેવાનાં મામલે હમેંશા એક ચોક્કસ સમયગાળાનાં અંતે વપરાસ કરતાને સહન કરવાનો વારો આવે છે. આ વાતનો તમામ લોકોને અનુભવ પણ છે અને જાણે પણ છે. તમામ હકીકતોની જાણ હોવા છતા પણ જ્યારે વિકાસની વાત કરવામાં આવે છે ત્યારે વિરોધ પણ અસુવિધાના ગાણા ગાતા આ જ લોકો વિરોધમાં પણ જોવા મળે છે.
વિકાસ માટેનું પગલું સરકાર દ્વારા ભરવાની વાત કરવામાં આવે તો આજ વિકાસ વંચ્છુંક લોકો વિરોધમાં આવી જાય છે. જો રોડ સારા અને મોટા બનાવવાનાં હોય તો જમીન સંપાદનમાં વિરોધ અને ડિમોલિશનને રાજકીય રંગ આપી દેવામાં આવે છે. હોસ્પીટલમાં સુવિધા લાવવા માટે કોઇ પ્રાઇવેટ પાર્ટનર શોઘવામાં આવે તો વિરોધ થાય છે. મેટ્રોની વાત કરવામાં આવે તો, મેટ્રો માટેની જમીનો આપવામાં વિરોધ, નવા ટ્રેક ઉભા કરવામાં અટલા સો ઝાડ કાપી નાખ્યા તેનો લાખો લોકો વિરોધ કરે છે.( વિરોધની જગ્યાએ આ લાખો લોકો ઝાડ વાવે તો, ઝાડ પણ થાય અને વિકાસ પણ) જોવામાં આવે છે. અને ટ્રેનની વાત કરવામાં આવે તો સુવિધા સામે ભાડા વધારાનો વિરોધ. નવી સુવિધા માટે પ્રાયોગીક ઘોરણે કોઇ ખાનગી ઓપરેટરને એક ટ્રેન સોંપવામાં આવે તો તેનો વિરોધ આ વાત ફક્ત એક વિકાસનાં કામની નથી તમામ પાયાની જરૂરીયાતનાં ક્ષેત્રનાં વિકાસની આ જ સમસ્યા છે. અને જ્યાં લોકો વિરોધ નથી કરતા ત્યાં કર્મચારીઓ વિરોધનો વાવટો ફરકાવી દે છે.
આપણ જરૂર વાંચો : સરકાર દ્વારા મુસાફરોને ભવ્ય ભેટ : રેલવેનાં ઈતિહાસમાં સૌથી મોટું પરિવર્તન : દેશમાં સૌ પ્રથમવાર ખાનગી ટ્રેન ‘તેજસ’ થશે શરૂ – ખાનગી ઓપરેટર્સ તેજસ ટ્રેનમાં આપે છે આવી અવનવી સુવિધા
આવો જ મામલો હાલ ચાલી રહ્યો છે અને સરકાર દ્વારા વિવિધ પ્રકારની સુવિધાઓ સાથેની તેજસ ટ્રેનને ખાનગી ઓપરેટરને ઓપરેટ કરવા દેવામાં આવતા, રેલ્વેનાં કર્મચારીએ વિરોધમાં આવી ગયા છે. નવી અને હાઇફાઇ સુવિધા માટે પ્રાયોગીક ઘોરણે કોઇ ખાનગી ઓપરેટરને એક ટ્રેન સોંપવામાં આવે તો તેનો વિરોધ સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને દિલ્હી ગાઝિયાબાદ વચ્ચે ટ્રેન રોકમાં આવી રહી છે.
ગુજરાતમાં પણ વડોદરામાં રેલ્વેનાં સરકારી કર્મચારી આ મામલે વિરોધમાં આવી ગયા છે અને ટ્રેનોના ખાનગીકરણનો વિરોધ કરી પ્રદર્શન કરી રહ્યા છે. દેશભરમાં રેલ્વે કર્મચારીઓ દ્વારા રેલ્વે સ્ટેશનો પર વિરોધ કરી તેજસનું ટ્રેનોનું ખાનગીકરણ રદ્દ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે તેજસ દ્વારા મુસાફરોને આપાતી સુવિધાનો એક વખત અભ્યાસ કરી અને આવી ફેસેલીટી તેમના દ્વારા આઝાદી સમયથી મેનેજ કરવામાં આવતી ટ્રેનમાં કયા કારણે અપગ્રેડ ન કરી શકાય તેનાં કારણે શોધવા વધારે વ્યાજબી છે
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN