Parliament Election 2024/ રંજન ભટ્ટ લોકસભા ચૂંટણી નહી લડે, સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ

ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર આવ્યા છે. વડોદરામાં લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર થયેલા રંજન ભટ્ટે ચૂંટણી લડવા ઇન્કાર કર્યો છે.  તેમણે આ માટે અંગત કારણ આપ્યું છે. પણ પક્ષમાં તેમની સામેના અસંતોષને જોતાં તેમણે આ નિર્ણય લીધો હોવાનું મનાય છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
YouTube Thumbnail 18 1 રંજન ભટ્ટ લોકસભા ચૂંટણી નહી લડે, સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ

ગાંધીનગરઃ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર આવ્યા છે. વડોદરામાં લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર થયેલા રંજન ભટ્ટે ચૂંટણી લડવા ઇન્કાર કર્યો છે.  તેમણે આ માટે અંગત કારણ આપ્યું છે. પણ પક્ષમાં તેમની સામેના અસંતોષને જોતાં તેમણે આ નિર્ણય લીધો હોવાનું મનાય છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ભાજપમાં બળવો કર્યો હતો  અને વિધાનસભ્ય પદેથી રાજીનામુ આપ્યુ હતુ. તેના પછી તેમને સમજાવી લેવાયા હતા. આ સિવાય વડોદરામાં પણ પોસ્ટરો લાગ્યા હતા કે મોદી તુજસે બૈર નહી, રંજન તેરી ખેર નહી. આ બધુ જોઈને રંજન ભટ્ટે ચૂંટણી ન લડવાનું મુનાસિબ માન્યું છે.

તાજેતરમાં જ કોંગ્રેસના રોહન ગુપ્તાએ લોકસભા ચૂંટણીમાં તેનું ઉમેદવારીપત્ર પિતાની માંદગીનું બ્હાનું આપીને પરત ખેંચી લીધુ હતુ. હવે ભાજપમાંથી પહેલી જ વખત કોઈ ઉમેદવારે આ રીતે ચૂંટણી લડવા ઇન્કાર કર્યો છે. જો કે બંનેના કારણો જુદા હોવાનું મનાય છે. રોહન ગુપ્તાએ પિતાની માંદગીનું બ્હાન આપ્યું છે પરંતુ હવે તેમને બહારના તત્વોએ બરોબરના સમજાવ્યા હોવાનું કહેવાય છે. તેથી તે કોંગ્રેસ છોડી શકે કે રાજકારણ છોડી શકે અથવા તો બીજા પક્ષમાં જોડાઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે.

તેનાથી વિપરીત રંજનબેન ભટ્ટની સ્થિતિ એવી છે કે તેમને પક્ષના કાર્યકરો જ ઇચ્છતા નથી. તેમની સામે વડોદરામાં શરૂ થયેલી પોસ્ટર વોર તે વાતનો પુરાવો છે કે તેઓ તેમના સંસદીય મતવિસ્તારમાં જોઈએ તેવી પક્કડ ધરાવતા નથી. ભાજપે આ વખતે ગુજરાતમાં દરેક ઉમેદવારને પાંચ લાખની સરસાઈથી જીતાડવાનો ટાર્ગેટ આપ્યો છે તે ટાર્ગેટ વડોદરામાં રંજનબેન ભટ્ટ હશે તો પૂરો નહીં થાય તે રંજન બેન સમજી ગયા હતા. તેથી પક્ષના આંતરિક અસંતોષને ધ્યાનમાં લઈને તેમણે રાજીનામુ આપ્યું છે. જો કે તેમના રાજીનામુ આપવા પાછળ સમજાવી લેવામાં આવ્યા હોવાનું કહેવાય છે. તેથી તેમને પક્ષની અંદર જ કોઈ બીજી હોદ્દો અપાય તો આશ્ચર્ય ન પામતા. આમ કેતન ઇનામદારના બળવાએ વડોદરા બેઠક પરના ભાજપના સમીકરણો બદલ્યા છે. હવે ભાજપ આ બદલાયેલા સમીકરણો મુજબ આ બેઠક પર કયો ઉમેદવાર મૂકે છે જેની સૌથી ઓછામાં ઓછો અસંતોષ હોય તેના પર બધાની નજર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….