કોરોના સંક્રમણ/ ચૂંટણીપંચમાં પણ કોરોનાનો કેર, EC ના આ મહત્વના અધિકારીઓ કોરોનાની ઝપેટમાં

કોરોના વાયરસનો કેરની અસર હવે ચૂંટણી પંચ પર પણ પડી છે. અહેવાલ છે કે મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્ર અને ચૂંટણી કમિશનર રાજીવ કુમાર કોવિડ -19 નો શિકાર બન્યા છે.

Top Stories India
aa 3 ચૂંટણીપંચમાં પણ કોરોનાનો કેર, EC ના આ મહત્વના અધિકારીઓ કોરોનાની ઝપેટમાં

કોરોના વાયરસનો કેરની અસર હવે ચૂંટણી પંચ પર પણ પડી છે. અહેવાલ છે કે મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્ર અને ચૂંટણી કમિશનર રાજીવ કુમાર કોવિડ -19 નો શિકાર બન્યા છે. વિશેષ વાત એ છે કે સંક્રમણ સમયગાળા દરમિયાન પણ બંને અધિકારીઓએ ચૂંટણી સંબંધિત કામગીરી ચાલુ રાખી છે. હાલમાં, બંને અધિકારીઓ હોમ ક્વોરૅન્ટીન છે અને ઘરેથી વર્ચુઅલ મીટિંગમાં જોડાઈ રહ્યા છે.

મહામારીને લગતી તમામ સમસ્યાઓ વચ્ચે કમિશન તેના અધિકારીઓ સાથે વીડિયો કોલ દ્વારા સતત સંપર્કમાં રહે છે. હાલમાં, પશ્ચિમ બંગાળમાં ત્રણ તબક્કાના મતદાન બાકી છે. એક અહેવાલ મુજબ ચૂંટણી પંચને 19 હજારથી વધુ ફરિયાદો મળી હતી. જેમાંથી 8 એપ્રિલ સુધી માત્ર 99 ફરિયાદો બાકી હતી. આ મોટી રાજકીય લડાઇમાં, રાજકીય પક્ષો ચૂંટણીને લગતી ફરિયાદો સાથે કમિશનનો સતત સંપર્ક કરે છે.

 આ પણ વાંચો :મહારાષ્ટ્ર : કલ્યાણ જેલમાં 30 કેદીઓને લાગ્યું કોરોનાનું ચેપ

દેશમાં કોરોના મહામારીએ ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત છઠ્ઠા દિવસે ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 20 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.

 આ પણ વાંચો : કોરોનાના નવા લક્ષણો આવ્યા સામે, શું તમારા શરીરમાં થઇ રહ્યું છે કંઇક આવ્યું…

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,59,170 નવા કોરોનાના કેસ આવ્યા અને 1761 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,54,761 લોકો ઠીક પણ થયા છે.

 આ પણ વાંચો :કોરોનાની બીજી લહેરને પહોંચી વળવા સેના ઉતરશે મેદાનમાં, રાજનાથ સિંહે આર્મી ચીફ સાથે કરી ચર્ચા

 આ પણ વાંચો :4 ઇન્સ્યોરન્સ કંપની પર IRDA એ ફટકાર્યો 51 લાખ રૂપિયાનો દંડ

aa 2 ચૂંટણીપંચમાં પણ કોરોનાનો કેર, EC ના આ મહત્વના અધિકારીઓ કોરોનાની ઝપેટમાં