Not Set/ સરકારી કર્મચારીએ ૧૫ વર્ષની માનસિક અસ્થિર શીખ કિશોરીનો એમ્બુલન્સમાં કર્યો રેપ

લાહોર પાકિસ્તાનમાં રેપ મામલે  એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એમ્બ્યુલન્સમાં બે લોકો દ્વારા ૧૫ વર્ષની શીખ કિશોરીનો બળાત્કાર કરવામાં આવ્યો છે. આ વિશે પોલીસે રવિવારે જાણકારી આપી હતી. પોલીસે કહ્યું હતું કે ૧૫ વર્ષની આ શીખ કિશોરી માનસિક રૂપે અસ્થિર છે. ગુરુવારે આ કિશોરી નનકાના સાહિબ શહેરમાંથી લાપતા થઇ ગઈ હતી.જયારે આ કિશોરી ઘરે […]

Top Stories World Trending
rape full સરકારી કર્મચારીએ ૧૫ વર્ષની માનસિક અસ્થિર શીખ કિશોરીનો એમ્બુલન્સમાં કર્યો રેપ

લાહોર

પાકિસ્તાનમાં રેપ મામલે  એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એમ્બ્યુલન્સમાં બે લોકો દ્વારા ૧૫ વર્ષની શીખ કિશોરીનો બળાત્કાર કરવામાં આવ્યો છે.

આ વિશે પોલીસે રવિવારે જાણકારી આપી હતી. પોલીસે કહ્યું હતું કે ૧૫ વર્ષની આ શીખ કિશોરી માનસિક રૂપે અસ્થિર છે.

ગુરુવારે આ કિશોરી નનકાના સાહિબ શહેરમાંથી લાપતા થઇ ગઈ હતી.જયારે આ કિશોરી ઘરે પાછી આવી નહતી ત્યારે તેના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી હતી. કિશોરીના પિતાએ જણાવ્યું કે તેમના પરિવારે નનકાના બાયપાસ પર પંજાબની તત્કાલ સેવાની એમ્બ્યુલન્સ જોઈ હતી. આ એમ્બ્યુલન્સમાં કોઈ છોકરીની બુમો સંભળાઈ રહી હતી.

જયારે અમે એમ્બ્યુલન્સની નજીક પહોચ્યા ત્યારે અમે જોયું કે બે લોકો અમારી પુત્રીનું યૌન શોષણ કરી રહ્યા છે. આરોપીએ કિશોરીને બે કિલોમીટર દૂર ગાડીની બહાર ફેંકી દીધી હતી અને ભાગી ગયા હતા.

આ ઘટના મામલે પોલીસ અધિકારી નદીમ અહમદે જણાવ્યું હતું કે આ મામલે અમે અહસાન અલી અને સમીન હૈદર વિરુદ્ધ ફરિયાદ નોંધી લીધી છે. આ બંને સરકારી કર્મચારી છે.

ઉલ્લેખનીય છે કે પોલીસે બને આરોપીની ધરપકડ કરી લીધી છે.