Not Set/ પાકિસ્તાન : સિંધુ નદીમાં મીની બસ ખાબકતા ઘટનાસ્થળે ૧૮ ના મોત

  પાકિસ્તાનમાં એક મીની બસ નદીમાં પડી જવાથી ઓછામાં ઓછા ૧૮ લોકોના મૃત્યુ થયાના સમાચારો સામે આવ્યા છે. આ મીની બસ સિંધુ નદીમાં પડી ગઈ હતી મૃતક ૧૮ લોકોમાં ત્રણ મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. રવિવારે રાત્રે જયારે આ દુર્ઘટના બની ત્યારે આ બસ ૧૮ મુસાફરોને લઈને પૂર્વ પંજાબના રાવલપીંડી શહેર તરફ જઈ […]

World Trending
96 પાકિસ્તાન : સિંધુ નદીમાં મીની બસ ખાબકતા ઘટનાસ્થળે ૧૮ ના મોત

 

પાકિસ્તાનમાં એક મીની બસ નદીમાં પડી જવાથી ઓછામાં ઓછા ૧૮ લોકોના મૃત્યુ થયાના સમાચારો સામે આવ્યા છે. આ મીની બસ સિંધુ નદીમાં પડી ગઈ હતી મૃતક ૧૮ લોકોમાં ત્રણ મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે.

રવિવારે રાત્રે જયારે આ દુર્ઘટના બની ત્યારે આ બસ ૧૮ મુસાફરોને લઈને પૂર્વ પંજાબના રાવલપીંડી શહેર તરફ જઈ રહી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે બસના ડ્રાઈવરે બસ પર પોતાનો કાબુ ગુમાવતા આ બસ નદીમાં જઈને પડી હતી.

બચાવ કામગીરી પૂરી કર્યા બાદ ડેડ બોડીને નજીકના હોસ્પીટલમાં મોકલી દેવી છે. આ દુર્ઘ્ત્નમાં એક મહિલાનો બચાવ થયો છે પરંતુ આ મહિલાની હાલની પરિસ્થિતિ વિશે કોઈ સમાચાર મળ્યા નથી.

હજુ અઠવાડિયા પહેલા જ પાકિસ્તાનમાં પંજાબમાં બે પેસેન્જર બસ વચ્ચે અકસ્માત થતા ઘટનાસ્થળે ૧૯ લોકો મૃત્યુ પામ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ૧૯ લોકોના મોત અને ૪૦ લોકો ઘાયલ થયા હતા.

સ્થાનિક પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ અકસ્માત રવિવારે રાત્રે ઘાઝી ઘાટ વિસ્તારમાં થયો હતો

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં રોડ એક્સિડન્ટ ઘણી સામાન્ય વાત થઇ ગઈ છે. પાકિસ્તાનમાં રફ ડ્રાઈવીંગ અને ખરાબ રસ્તાને લીધે અવારનવાર રોડ એકસીડન્ટ થતા રહે છે.