Not Set/ તો, બધાઇ હો 100 કરોડની ક્લબમાં સામેલ થશે

મુંબઇ, ડાયરેક્ટર અમિત શર્માની બધાઇ હો સુપર હીટ સાબિત થઇ રહી છે. આયુષ્માન ખુરાનાની મુખ્ય ભુમિકામાં બધાઇ હો એ બીજુ વીક પુરૂ કર્યુ છે અને તે 100 કરોડની ક્લબમાં સામેલ થઇ શકે છે.બધાઇ હો એ બે વીક દરમિયાન 84.25 કરોડ રૂપિયાની કમાણી બોક્સ ઓફિસ પર કરી છે.એવું માનવામાં આવે છે કે ફિલ્મ હજુ બીજુ એક વીક […]

Uncategorized
jan તો, બધાઇ હો 100 કરોડની ક્લબમાં સામેલ થશે

મુંબઇ,

ડાયરેક્ટર અમિત શર્માની બધાઇ હો સુપર હીટ સાબિત થઇ રહી છે. આયુષ્માન ખુરાનાની મુખ્ય ભુમિકામાં બધાઇ હો એ બીજુ વીક પુરૂ કર્યુ છે અને તે 100 કરોડની ક્લબમાં સામેલ થઇ શકે છે.બધાઇ હો એ બે વીક દરમિયાન 84.25 કરોડ રૂપિયાની કમાણી બોક્સ ઓફિસ પર કરી છે.એવું માનવામાં આવે છે કે ફિલ્મ હજુ બીજુ એક વીક ચાલી તો 100 કરોડનો ધંધો કરી શકે છે.

બધાઇ હો દેશમાં જ નહીં પરંતું વિદેશમાં પણ ધંધાકીય રીતે ધુમ મચાવી રહી છે.ફિલ્મે ઓસ્ટ્રેલિયાં 5,00,000 ઓસી ડોલરનો ધંધો કર્યો છે.

મોટી ઉંમરે માતા પિતા બની રહેલાં એક યુગલની અનોખી કહાની લઇને આવેલ બધાઇ હો માં ગર્ભવતી માતાના મોટી ઉંમરના સંતાનો કેવો ક્ષોભ અનુભવે છે તેની પણ સ્ટોરી છે.નવા વિષય સાથે આવેલી બધાઇ હો દર્શકોને પસંદ આવી રહી છે.

આયુષમાન ખુરાના કહે છે કે એક એક્ટર તરીકે હું કાયમ નવા વિચારોને આવકારૂ છું.જે ફિલ્મમેકર્સ નવા વિષયોને લઇને આવે છે તેને સપોર્ટ કરૂ છું.હું આ બાબતે લકી છું કે મને કરિયરની સફરની શરૂઆતમાં જ સુંદર ફિલ્મો મળી.એક કલાકાર તરીકે તમે લોકોનું મનોરંજન કરો છો અને લોકો તમને આવકારે એનાથી મોટો આનંદ કર્યો હોઇ શકે.