Not Set/ VIDEO : એરપોર્ટ પર એક વ્યક્તિને હાર્ટએટેક આવ્યા બાદ સિક્યુરિટી ઓફિસરે એવું તો શું કર્યું કે, તેઓની થઇ રહી છે પ્રશંસા

મુંબઈ, આર્થિક રાજધાની કહેવાતા મુંબઈમાં કઈક એવું થયું હતું કે, જેને જોઇને ત્યાં ઉપસ્થિત તમામ લોકો હેરાન થઇ ગયા હતા. હકીકતમાં, મુંબઈ એરપોર્ટ પર અચાનક જ એક વ્યક્તિને હાર્ટએટેક આવ્યો હતો અને તેઓ જમીન પર પડી ગયા હતા. એકાએક બનેલી આ ઘટના જોઈ લોકો ગભરાઈ ગયા હતા. અ સમયે લોકોને આ વ્યક્તિનો જીવ બચાવવા માટે […]

India Trending Videos
MUMBAI AIRPORT VIDEO : એરપોર્ટ પર એક વ્યક્તિને હાર્ટએટેક આવ્યા બાદ સિક્યુરિટી ઓફિસરે એવું તો શું કર્યું કે, તેઓની થઇ રહી છે પ્રશંસા

મુંબઈ,

આર્થિક રાજધાની કહેવાતા મુંબઈમાં કઈક એવું થયું હતું કે, જેને જોઇને ત્યાં ઉપસ્થિત તમામ લોકો હેરાન થઇ ગયા હતા.

હકીકતમાં, મુંબઈ એરપોર્ટ પર અચાનક જ એક વ્યક્તિને હાર્ટએટેક આવ્યો હતો અને તેઓ જમીન પર પડી ગયા હતા. એકાએક બનેલી આ ઘટના જોઈ લોકો ગભરાઈ ગયા હતા. અ સમયે લોકોને આ વ્યક્તિનો જીવ બચાવવા માટે શું કરવું તે અંગે કઈ ખબર ન હતી. પરંતુ આ સમયે ૩ સિક્યોરિટી ગાર્ડ દોડતા આવ્યા હતા અને તેઓનો જીવ બચાવ્યો હતો.

ન્યુઝ એજન્સી ANI દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, માત્ર ૩૦ સેકન્ડના સમયમાં ૩ સિક્યોરિટી ઓફિસરે કેવી રીતે આ વ્યક્તિનો જીવ બચાવ્યો હતો.

સૌથી પહેલા આ ૩ સિક્યોરિટી ઓફિસર દ્વારા તે વ્યક્તિને CPR આપવાનું શરુ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓને મુંબઈની નાનાવતિ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

જો કે ૩ સિક્યોરિટી ઓફિસરની આ ખાસ કાર્ય બદલ તેઓની ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જે વ્યક્તિને હાર્ટએટેક આવ્યો હતો, તેઓનું નામ સત્યનારાયણ ગુબ્બાલા બતાવવામાં આવી રહ્યું છે. તેઓ આંધ્રપ્રદેશના રહેવાસી છે અને તેઓ મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યા હતા. તેઓને મુંબઈ એરપોર્ટના ટર્મિનલ ૨ પર હાર્ટ એટેક આવ્યો હતો.