ED raids/ પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીચંદ્રનાથ સિન્હાના ઘરે EDના દરોડા, 40 લાખો રૂપિયાની રોકડ જપ્ત કરી

પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રી ચંદ્રનાથ સિન્હાના ઘરે EDની ટીમે દરોડા પાડયા છે. આ દરોડામાં લાખો રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી.

Top Stories India Breaking News
Beginners guide to 82 2 પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીચંદ્રનાથ સિન્હાના ઘરે EDના દરોડા, 40 લાખો રૂપિયાની રોકડ જપ્ત કરી

પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રી ચંદ્રનાથ સિન્હાના ઘરે EDની ટીમે દરોડા પાડયા છે. શુક્રવારે સવારે લગભગ 9 વાગે EDની ટીમ ચંદ્રનાથ સિંહાના ઘરે પ્રવેશી હતી. ED ની ટીમે ચંદ્રનાથ સિન્હાના ઘરે પાડેલ દરોડામાં 40 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રી રોકડનો સ્ત્રોત કહી શક્યા નથી. પુરાવા એકત્ર કરવા માટે EDએ તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. જણાવી દઈએ કે શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં શુક્રવારે EDએ બીરભૂમના બોલપુરમાં મંત્રી ચંદનાથ સિન્હાના ઘર સહિત ઘણી શંકાસ્પદ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. ઈડીના મેરેથોન દરોડા અને પૂછપરછ લગભગ 13 કલાક સુધી ચાલી હતી અને લગભગ 10.30 વાગ્યે સમાપ્ત થઈ હતી.

West Bengal: ED Searches Residence Of TMC Minister Chandranath Sinha In Alleged SSC Recruitment Scam

ED સૂત્રોના જણાવ્યા અનુસાર, EDએ TMC યૂથ વિંગના નેતા કુંતલ ઘોષ પાસેથી એક રજિસ્ટર રિકવર કર્યું છે. તે રજીસ્ટરમાંથી તેને ચંદ્રનાથ સિંહાનું નામ મળ્યું. કુંતલ ઘોષની અગાઉ શિક્ષક ભરતી કૌભાંડમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. EDએ બુધવારે બિઝનેસમેન પ્રસન્ના રોયને કોલકાતાના CGO કોમ્પ્લેક્સમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. 11 કલાક લાંબી પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોનો દાવો છે કે શિક્ષક ભરતી કૌભાંડમાં પૂર્વ શિક્ષણ મંત્રી સહિત ઉમેદવારો અને અનેક નેતાઓ વચ્ચેની વાતચીતમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. ગયા વર્ષે સીબીઆઈ દ્વારા પ્રસન્નાની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.

કલકત્તા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ, ED અને CBI બંને એજન્સીઓ શિક્ષકની ભરતીમાં કથિત અનિયમિતતાઓની તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન પ્રસન્ના રોયનું નામ સામે આવ્યું હતું, ત્યારબાદ ગયા વર્ષે ડિસેમ્બરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં કોલકાતામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, બિઝનેસમેન અને અન્ય લોકોના ઘરો અને ઓફિસો પર દરોડા પાડ્યા હતા. આ જ કેસમાં આરોપી પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જી અને તૃણમૂલ કોંગ્રેસના ઘણા નેતાઓ અને રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારીઓ જેલમાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….