ગતિશીલ ગુજરાત/ બનાસકાંઠામાં આવી ગરમીમાં ટેન્ટ નીચે સારવાર લેવા મજબુર દર્દીઓ…. 

જોકે ગામની અંદર ઓક્સિજન ની પણ વ્યવસ્થા મળી રહે તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો કેટલાક દર્દીઓ ઝાડ ઉપર બોટલો લગાવી અને સારવાર લઇ રહ્યા છે. તો ક્યાંક ટેન્ટ લગાવીને સારવાર કરી રહ્યા છે તો ક્યાંક શાળાઓમાં સારવાર લઇ રહ્યા છે

Top Stories Gujarat Others Trending
dukhd 1 બનાસકાંઠામાં આવી ગરમીમાં ટેન્ટ નીચે સારવાર લેવા મજબુર દર્દીઓ.... 

આસેડા શાળામાં 40 બેડની હોસ્પિટલ ગ્રામજનો એ ઊભી કરી

બનાસકાંઠામાં કોરોના નો કહેર આજે પણ યથાવત છે ત્યારે ડીસાના ગ્રામીણ વિસ્તારમાં ગ્રામજનો દ્વારા શાળાઓમાં હોસ્પિટલ ઉભી કરાઈ છે તો ક્યાંક ટેન્ટ નીચે દર્દીઓને સારવાર અપાઇ રહી છે.

dukhd 2 બનાસકાંઠામાં આવી ગરમીમાં ટેન્ટ નીચે સારવાર લેવા મજબુર દર્દીઓ.... 

બનાસકાંઠામાં દિન-પ્રતિદિન કોરોના કહેર સાથે વાયરલ ફીવર ના કેસો દિન-પ્રતિદિન વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગયા છે ત્યારે લોકોને સારવાર ક્યાં કરાવી તેને લઈને સમસ્યા ઊભી થઈ છે સાથે હાલમાં ગ્રામીણ વિસ્તારમાં કોરોના નું સંક્રમણ વધુ છે. ત્યારે ગ્રામીણ વિસ્તારના લોકોને શહેરોની હોસ્પિટલમાં સારવાર ન મળતા ગ્રામજનોની મદદથી હવે ગામડાઓની અંદર હોસ્પિટલો ઉભી કરવામાં આવી છે. જેમાં ડીસાના આસેડા ગામે ગ્રામજનોએ ઘર ઘર ફરી ખાટલા ઓ ભેગા કરી અને પ્રાથમિક શાળામાં 40 બેડની હોસ્પિટલ શરૂ કરી છે.

dukhd 3 બનાસકાંઠામાં આવી ગરમીમાં ટેન્ટ નીચે સારવાર લેવા મજબુર દર્દીઓ.... 

બે તબીબો દ્વારા રોજે આસેડા સહિત આસપાસના 100 વધુ દર્દીઓને સારવાર અપાઇ રહી છે. જોકે ગ્રામજનો દ્વારા ગામમાં દર્દીઓ માટે ઓક્સિજન ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ડીસાના જુનાડીસા માં પણ કોરોના અને વાઇરલ ફીવરના દર્દીઓ વધતા ગ્રામજનો દ્વારા ગામમાં ટેન્ટ નીચે દર્દીઓને સારવાર આપવા માટે વ્યવસ્થા ઊભી કરી છે. જેમાં રોજે 200થી વધુ દર્દીઓને તમામ પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે. જોકે ગામની અંદર ઓક્સિજન ની પણ વ્યવસ્થા મળી રહે તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો કેટલાક દર્દીઓ ઝાડ ઉપર બોટલો લગાવી અને સારવાર લઇ રહ્યા છે. તો ક્યાંક ટેન્ટ લગાવીને સારવાર કરી રહ્યા છે તો ક્યાંક શાળાઓમાં સારવાર લઇ રહ્યા છે જોકે હાલમાં ગ્રામીણ વિસ્તારમાં કોરોના ના કેસ વધતા હવે ગ્રામજનોએ ગામમાં હોસ્પિટલ ઉભી કરી દીધી છે. જો કે બનાસકાંઠાના અનેક ગામો એવા છે જ્યાં ગામની અંદર શાળાઓમાં ,પંચાયત ઘરોમાં, હોસ્પિટલ ઉભી કરીને દર્દીઓને સારવાર મળી રહે તે માટેનું આયોજન કર્યું છે.

dukhd 4 બનાસકાંઠામાં આવી ગરમીમાં ટેન્ટ નીચે સારવાર લેવા મજબુર દર્દીઓ.... 

ડીસામાં મોટાભાગની હોસ્પિટલો હાઉસફૂલ છે જેથી ગ્રામીણ વિસ્તારના દર્દીઓ ને સારવાર ન મળતાં આસેડા જુનાડીસા અને રાણપુર જેવા ગામોમાં હાલ ગામલોકો દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા ઊભી કરાઇ છે.જોકે તંત્ર અને સરકાર ની મદદ વગર દર્દીઓ ખૂબ સારી રીતે સારવાર લઈ રહ્યા છે.