ફ્રાન્સની પોલીસે ઇન્ટરનેશનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઇન્ટરપોલનાં ચીફ મેંગ હોન્ગ્વેઈની શોધ શરુ કરી દીધી છે. પાછલાં અઠવાડિયે એમનાં ગાયબ થવાની ખબર સામે આવી હતી.ચીની નેતા મેંગ છેલ્લે સપ્ટેમ્બરના અંતમાં દક્ષીણ પૂર્વ ફ્રાન્સનાં લ્યોનમાં ઇન્ટરપોલનાં મુખ્યાલયથી નીકળતા દેખાયા હતા. તેઓ ત્યારે ચીન જવા માટે રવાના થઇ રહ્યા હતા. તેઓ ઇન્ટરપોલનાં પહેલાં ચીની નેતા છે. ઇન્ટરપોલ સાથે 192 દેશની લો ઇન્ફોર્સમેન્ટ એજન્સી જોડાયેલી છે.
મેંગની પત્નીએ એમની ગાયબ થવાની રીપોર્ટ લખાવી હતી. યુરોપીય દેશનું કહેવું છે કે તેઓ 29 સપ્ટેમ્બરે ફ્રાન્સથી રવાના થયા હતા. તેઓ 2016માં ઇન્ટરપોલ સાથે જોડાયા એ પહેલાં ચીનમાં પબ્લિક સિક્યોરીટીનાં વાઈસ મીનીસ્ટર હતા. તેઓ 2020 સુધી ઇન્ટરપોલના ચીફ તરીકે નિયુક્ત થયા હતા.
સુત્રોનું કહેવું છે કે તેઓ ફ્રાન્સમાં લાપતા થયા નથી. બીજી બાજુ ઓપરેશન ફોક્સ હન્ટનો દાવો છે કે ચીન અમુક દેશોમાં પોતાના એજન્ટો મારફતે સ્થાનીય પ્રશાશનની મંજુરી વગર કામ કરાવી રહી છે. આ કારણે ઘણાં મોટા અધિકારીઓને હિરાસતમાં લેવામાં આવ્યા છે.