Afghanistan Crisis/ લોકો બે ટંકના ભોજન માટે દીકરી અને કિડની વેચવા બન્યા મજબૂર 

મેં મારી કિડની વેચી દીધી. પછી મારે મારી એક દીકરીને વેચવી પડી. એ પૈસાથી મેં ખાવા-પીવાની વસ્તુઓ ખરીદી. કાશ હું આ દુનિયામાં જન્મ્યો ન હોત.

Top Stories World
કિડની અને બાળકો બે ટંકના ભોજન માટે દીકરી અને કિડની વેચવા

અફઘાનિસ્તાનની ખાદ્ય કટોકટી એટલી તીવ્ર બની છે કે, દેશની અડધાથી વધુ વસ્તી ભૂખમરાની આરે છે. લોકો પોતાની જાતને જીવંત રાખવા માટે તેમની કિડની અને બાળકો પણ વેચી રહ્યા છે. તાલિબાન સત્તામાં આવ્યા બાદ લોકોની હાલત કફોડી બની છે. એક સમયની રોટલી મેળવવા માટે લોકો તેમના શરીરના અંગોનો વેપાર કરી રહ્યા છે.

તાલિબાને 15 ઓગસ્ટે અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો, ત્યારબાદ અફઘાનિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય માનવતાવાદી સહાય બંધ કરી દેવામાં આવી છે. કડકડતી શિયાળામાં ભૂખમરા સાથે સંઘર્ષ કરી રહેલા લાખો લોકોના જીવન જોખમમાં છે.

કિડની અને બાળકો બે ટંકના ભોજન માટે દીકરી અને કિડની વેચવા

હેરાત શહેરથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલા શાહર-એ-સેબજ વિસ્તારમાં હજારો અફઘાન, મોટાભાગે પશ્તુન, કોઈને કોઈ રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે. તાલિબાન અને પાછલી સરકાર વચ્ચેના સંઘર્ષ અને છેલ્લા 4 વર્ષના દુષ્કાળના કારણે તેઓને ઘર છોડવાની ફરજ પડી છે.

આ વિસ્તારમાં માટીના મકાનો છે જેમાં વીજળી કે પાણી નથી. શિયાળાથી બચવા માટે પણ આ ઘરોમાં કોઈ ઉપાય નથી. આ દિવસોમાં જ્યારે શિયાળાની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે ત્યારે મોટાભાગના ઘરોમાં સ્ટવ પણ નથી. જેમની પાસે ચુલા છે, તેઓ તેમના ઘરને ગરમ કરવા માટે લાકડા અને કોલસાને બદલે પ્લાસ્ટિક બાળે છે. જેના કારણે ઝેરી ધુમાડો ફેલાવાનો અને જાનહાનીનો ભય સતત રહે છે.

કિડની અને બાળકો બે ટંકના ભોજન માટે દીકરી અને કિડની વેચવા

 

38 વર્ષીય અબ્દુલકાદિરે તુર્કીની ન્યૂઝ ચેનલ ટીઆરટી વર્લ્ડને જણાવ્યું કે તે આખો દિવસ માત્ર ચા પીતો હતો અને સૂકી બ્રેડ ખાતો હતો. તેણે કહ્યું કે તેની પાસે તેની સારવાર માટે પણ પૈસા નથી.  અબ્દુલકાદિર કહે છે, ‘હું મારી એક કિડની 150,000 અફઘાની (લગભગ 1 લાખ 9 હજાર રૂપિયા)માં વેચવા માટે હોસ્પિટલ ગયો હતો. ડૉક્ટરોએ મને કહ્યું કે જો મારી સર્જરી કરવામાં આવે અને મારી કિડની કાઢી નાખવામાં આવે તો હું મરી જઈશ. પરંતુ તેમ છતાં હું મારી કિડની વેચવા માંગુ છું. અમારી આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે હું મારું એક બાળક 150,000 અફઘાનીઓમાં વેચવા તૈયાર છું. આનાથી હું મારા પરિવારના અન્ય સભ્યોને બચાવી શકું છું.

આ વિસ્તારમાં લોકો પાસે કોઈપણ પ્રકારની રોજગારી નથી. કિશોરો અને યુવાનો શહેરોમાં ભીખ માંગે છે અને કચરામાંથી પ્લાસ્ટિક અને કાગળ એકત્ર કરે છે. મહિલાઓ વેપારીઓ દ્વારા લાવેલા ઊનમાંથી યાર્ન પણ કાંતતી હોય છે. લોકો દરરોજ વધુમાં વધુ 50-100 અફઘાની (લગભગ રૂ. 36-72) કમાઈ શકે છે.

કિડની અને બાળકો બે ટંકના ભોજન માટે દીકરી અને કિડની વેચવા

38 વર્ષીય ગુલબુદ્દીને જણાવ્યું કે તે અત્યારે કોઈ શારીરિક કામ કરી શકતો નથી કારણ કે તેણે તેની એક કિડની વેચી દીધી છે. તેણે કહ્યું કે તેણે ત્રણ વર્ષ પહેલા તેની 12 વર્ષની દીકરી રુજીયેને $3,500 (લગભગ 2 લાખ 62 હજાર 200 રૂપિયા)માં વેચી દીધી હતી. બે વર્ષ પહેલા, તેણે તેની પત્નીની સારવાર માટે તેની એક કિડની $2,000 (લગભગ 1 લાખ 49 હજાર 800 રૂપિયા)માં વેચી હતી. પરંતુ આનાથી પણ પત્નીની બીમારી મટી ન શકી અને આર્થિક તંગી પણ ચાલુ રહી.

તેણે વધુમાં જણાવ્યું કે તેણે તેની બીજી પુત્રી 5 વર્ષની રાસીને ગયા વર્ષે $1,500 (લગભગ 1 લાખ 12 હજાર 400)માં વેચી હતી. ગુલબુદ્દીન વધુમાં કહે છે, ‘જો કોઈ મારી પાસેથી મારી આંખ ખરીદવા માંગે છે તો હું તેને વેચી પણ શકું છું જેથી મારી પત્ની જીવી શકે.’

કિડની અને બાળકો બે ટંકના ભોજન માટે દીકરી અને કિડની વેચવા

 

30 વર્ષીય બિબીજા તેના 70 વર્ષીય પિતા સાથે રહે છે. તેને ચાર બાળકો છે. તેણે કહ્યું, ‘મેં મારી કિડની વેચી દીધી. પછી મારે મારી એક દીકરીને વેચવી પડી. એ પૈસાથી મેં ખાવા-પીવાની વસ્તુઓ ખરીદી. કાશ હું આ દુનિયામાં જન્મ્યો ન હોત. કાશ મેં આ દિવસો ક્યારેય જોયા ન હોત. મારું જીવન નરક છે પણ મારે જીવવું છે. આ કહેતાં બીબીજાની આંખમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું કે તેને ખબર નથી કે તેની કિડની કેટલામાં વેચાઈ છે. તેને માત્ર 50,000 અફઘાની (લગભગ 36 હજાર 350 રૂપિયા) આપવામાં આવ્યા હતા.

રાજકીય / નરેશભાઇ જો કોંગ્રેસમાં આવે તો કાર્યકર્તામાં ઉત્સાહ આવી જાય : કોંગ્રેસ ધારાસભ્ય

Science / James Webb Telescope પૃથ્વીથી 1.6 મિલિયન કિમી દૂર સ્થિત…10 દિવસમાં પ્રથમ ચિત્ર!

ના હોય… / સહારાના રણમાં ચોંકાવનારી ઘટના! તપતી રેતી પર હિમવર્ષા, વૈજ્ઞાનિકોએ કહ્યું, …