ગાંધીનગર/ દિવાળી બાદ તમામ જિલ્લાઓને મળશે DEO અને DPEO

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે દિવાળી બાદ શિક્ષણ વિભાગની વહીવટી જગ્યાઓ ભરવામાં આવશે.

Gandhinagar Top Stories Gujarat
YouTube Thumbnail 2023 10 26T202841.024 દિવાળી બાદ તમામ જિલ્લાઓને મળશે DEO અને DPEO

Gandhinagar News: ગુજરાતના શિક્ષણ વિભાગ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે દિવાળી બાદ શિક્ષણ વિભાગની વહીવટી જગ્યાઓ ભરવામાં આવશે. દિવાળી બાદ તમામ જિલ્લાઓને DEO અને DPEO મળશે. જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની નિમણૂક કરી શિક્ષણનું સ્તર સુધારવાની દીશામાં કાર્યવાહી ચાલી રહી છે.

જાપાન પર ફેકાયેલા અણુ બોમ્બ બાદ શિક્ષકોએ પહેલ કરી. શિક્ષકોએ એક કલાક વધારે કામ કરવાનો નિર્ણય લઇ જાપાનને બેઠું કર્યું. શિક્ષક એ કર્મચારી નહી નિર્માણ કારી છે. શિક્ષકોના છ પ્રશ્નો ઉકેલ્યા બાકીના પ્રશ્નોનું સમય આવે નિકાલ થશે. ખાલી પડેલી જગ્યાઓના કારણે શિક્ષણને માઠી અસર પહોંચી રહી છે અને આગામી દિવાળી બાદ તમામ જિલ્લાઓને નવા ડીઈઓ અને ડીપીઓ મળી જશે. જેથી શિક્ષણ સામે આવી રહેલા અનેક અવરોધોનો પણ અંત આવશે.

રાજ્યમાં 39 DEO-DPEOની ખાલી જગ્યાઓ ચાર્જમાં ચાલી રહી છે. જે વ્યવસ્થા હવે સુધરશે. ચાર્જને કારણે અનેક પ્રશ્નો વણઉકેલ્યા છે. જેને લઈને હવે આ વ્યવસ્થા સુધરે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. જેની જવાબદારી જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા પર દેખરેખ રાખવાની અને નિરીક્ષણ કરવાની હોય છે, તે ડીઇઓ અને ડીપીઇઓના હવાલાથી વહીવટી કામગીરી સાથે જોડાયેલા  હોવાથી શાળાઓની ગુણવત્તા સુધારવાની કામગીરીમાં હાલ અનેક અવરોધ પેદા થઈ રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 દિવાળી બાદ તમામ જિલ્લાઓને મળશે DEO અને DPEO


આ પણ વાંચો:નવરાત્રીમાં કુલ આટલા હાર્ટ એટેકના ઇમરજન્સી કોલ મળ્યા

આ પણ વાંચો:HCએ GIDC પ્લોટ ટ્રાન્સફર પર GSTની કાર્યવાહી પર આપ્યો સ્ટે

આ પણ વાંચો:પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી મામલે 11 લોકો સામે ફરિયાદ

આ પણ વાંચો:2025 થી પીએચડી પ્રોગ્રામમાં ક્વોટા શક્ય: IIM- અમદાવાદ