Not Set/ “ખનીજ માફિયાઓની હવે ખેર નથી” સરકાર ત્રીજી આંખથી રાખશે નજર

ભાવનગર જિલ્લામાં ગેરકાયદે ખનન અટકાવવા માટે ખાણખનીજ વિભાગ વધુ સક્રિય બન્યો છે અને ખનીજ માફિયોને ઝડપી લેવા માટે ખાણખનીજ વિભાગ દ્રારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે. ભાવનગરમાં કલેકટર દ્વારા 197 જેટલી લીઝોને મંજૂરીઓ આપ્યા બાદ આવકમાં વધારો થયો છે. જિલ્લામાં કલેકટર કચેરીની ખાણખનીજ વિભાગની કામગીરી શ્રેષ્ઠ બનવાથી રાજ્યમાં વિભાગી આવકમાં જીલ્લો છઠ્ઠા ક્રમે […]

Top Stories Gujarat Others
khanij "ખનીજ માફિયાઓની હવે ખેર નથી" સરકાર ત્રીજી આંખથી રાખશે નજર

ભાવનગર જિલ્લામાં ગેરકાયદે ખનન અટકાવવા માટે ખાણખનીજ વિભાગ વધુ સક્રિય બન્યો છે અને ખનીજ માફિયોને ઝડપી લેવા માટે ખાણખનીજ વિભાગ દ્રારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે.

ભાવનગરમાં કલેકટર દ્વારા 197 જેટલી લીઝોને મંજૂરીઓ આપ્યા બાદ આવકમાં વધારો થયો છે. જિલ્લામાં કલેકટર કચેરીની ખાણખનીજ વિભાગની કામગીરી શ્રેષ્ઠ બનવાથી રાજ્યમાં વિભાગી આવકમાં જીલ્લો છઠ્ઠા ક્રમે આવી ગયો છે. જિલ્લામાં હજુ પણ ખનીજ ચોરીને અટકાવવા માટે તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વિભાગની તમામ કોશિશ બાદ પણ અનેક પ્રકારે ખનીજ ચોરી કરવામા આવી રહી હતી અને 77 લાખ જેવી ગત વર્ષમાં ખનીજ ચોરી પણ ઝડપી લેવામાં આવી છે.

khanij1 "ખનીજ માફિયાઓની હવે ખેર નથી" સરકાર ત્રીજી આંખથી રાખશે નજર

ભાવનગર જિલ્લામાં ખનીજ આવક માટે સ્થાનિક તંત્ર દ્વારા કરાતી મેહનતને પગલે આવક 33.18 કરોડ રૂપિયે પોંહચી છે. ગુજરાતમાં ગેરકાયદે ખનન અટકાવવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેના પરિણામ સ્વરૂપે અવાર-નવાર વાહનો સાથે ખનીજ ચોરોને ઝડપી લેવામાં આવે છે. ત્યારે હવે ભાવનગરમાં ખનીગ ચોરોને ઝડપી લેવા માટે તંત્ર દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ બનાસકાંઠામાં આ જ પ્રધ્ધતિથી ખાનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવામા આવી હતી.

કલેકટર દ્વારા હવે ખનીજ ચોરી અટકાવવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામા આવી રહ્યો છે. ભાવનગર ખાણખનીજ વિભાગ હવે આધુનિક સરસામન અને ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરી તમામ ખાનીજ માફિયાઓને ભો ભેગા કરવા સજ્જ થઇ ગઇ છે. વિભાગ દ્રારા હવે ડ્રોન અને સીસીટીવી એમ ત્રીજી આંખથી નજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી આગામી દિવસોમાં ડ્રોન અને સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.