Not Set/ ખેડા/ ડુપ્લીકેટ નોટો છાપી ને ગુજરાત રાજ્યમાં હા..હા.. કાર મચાવ્યો છે 

ખેડા જિલ્લામાં પહેલા 2000 ની ડુપ્લીકેટ નોટો અને ત્યાર બાદ હવે 500 ના દર ની નવી નોટોને ડુપ્લીકેટ નોટો છાપી ને ગુજરાત રાજ્ય હા..હા.. કાર મચાવ્યો છે. ખેડા જિલ્લાના મુખ્ય મથક નડીઆદ માંથી રૂપિયા 500 ના દર ની ડુપ્લીકેટ નોટો છાપતા LCB એ 2 ઈસમો ને ઝડપી પડ્યા હતા. જ્યારે નડીઆદ પવન ચક્કી રોડ ઉપર […]

Gujarat Others
krishna 7 ખેડા/ ડુપ્લીકેટ નોટો છાપી ને ગુજરાત રાજ્યમાં હા..હા.. કાર મચાવ્યો છે 

ખેડા જિલ્લામાં પહેલા 2000 ની ડુપ્લીકેટ નોટો અને ત્યાર બાદ હવે 500 ના દર ની નવી નોટોને ડુપ્લીકેટ નોટો છાપી ને ગુજરાત રાજ્ય હા..હા.. કાર મચાવ્યો છે.

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડીઆદ માંથી રૂપિયા 500 ના દર ની ડુપ્લીકેટ નોટો છાપતા LCB એ 2 ઈસમો ને ઝડપી પડ્યા હતા. જ્યારે નડીઆદ પવન ચક્કી રોડ ઉપર આવેલ આશીર્વાદ રો-હાઉસ ના મકાન નં.8 માં ખેડા જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ અને SOG પોલીસે બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધાર્યું હતું. જ્યારે ગતરાત ના સુમારે છાપો મરતા 17.66 લાખ ઉપરાંત ની બનાવતી નોટો સાથે 2 શખ્સો ને ઝડપી પડતા ચકચાર મચી જવા પામી હતી.

સાક્ષર નગરી નડીઆદમાંથી બનાવતી ચલણી નોટો છાપવાનું રેકેટ ઝાડપતાં જ પોલીસે તપાસ નો ધમધમાટ તેજ કર્યો છે. નડીઆદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશીર્વાદ રો-હાઉસ નં 8 માં રહેતા રાજુભાઇ શંકરભાઇ પરમારના મકાનમાં તેઓ તેઓ શૈલેન્દ્રસિંહ જનકસિંહ પરમાર ની મદદ થી બનાવતી ડુપ્લીકેટ નોટો છાપે છે.

અને આ નોટો નડીઆદમાં મેળામાં  ફરતી કરવાના છે જેના આધારે lcb પીએસઆઇ એ.જે.અસારી અને કનકસિંહ તથા સ્ટાફના જવાનો ,એસઓજી ના પીઆઈ એન.આર.વાઘેલા તથા FSL ના અધિકારી સાથે રાત્રી ના સાડા દશેક વાગ્યા ન સુમારે ત્રાટકયા હતા. પોલીસે મકાન માં થી રાજુભાઇ શંકરભાઇ પરમાર અને શૌલેન્દ્રસિંહ જનકસિંહ પરમાર ને ઝડપી પાડી ને મકાનની તલાશી લેતાં એક ખૂણામાં મિનિયાની કોથળીમાં 500 ના દર ના બંડલો મળી આવ્યા હતા.

જેની ચકાસણી કરતાં તે બનાવટી હોવાનું ખુલવા પામ્યું હતું.  તમામ નોટો ગણી જોતા કુલ 1940 નોટો 9.70 લાખની થવા પામી હતી. આ બનાવટી નોટો સંદર્ભે પ્રાથમિક પૂછપરછ કરતા તેઓએ કલર પ્રિન્ટરથી છાપેલાનું જણાવ્યું હતું.  પોલીસે રસોડાના નીચેના ભાગેથી કલર મશીન તેમજ નોટો છાપવામાં વપરાતા કટર , ફૂટપટ્ટ, કલર વગેરે મળી આવ્યું હતું. બંન્ને ની બીજી નોટો સંદર્ભે પૂછપરછ કરતા શૈલેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, મેં તથા રાજુભાઇ એ આ સિવાય ની બીજી 500 ના દરની બનાવટી ચલણી નોટો છાપી હતી અને તે ગતરાતે ના બેથી સવા બેના ગાળામાં શૈલેન્દ્રસિંહ તથા રવિભાઈ રાજુભાઇ પરમાર ની સાથે એક પ્લાસ્ટીક ની થેલી માં ભરી ને બાઇક પર જઈને વાસુદેવભાઈ ગોવિંદભાઇ ભીમાણી ના ઓએ પૈસા ની લેવડ – દેવડ બાબતે નડીઆદ કોર્ટે માં કેસ કર્યો હોય તેમની સાથે થયેલ મનદુઃખ ને કારણે તેમને ફસાવવા માટે તેમના ઘરની પાછળ ના ભાગે વરંડા ની દીવાલે અડી ને લાકડાના ભંગાર ના ઓથે મૂકી આવ્યા હોવાની કબૂલાત કરી હતી.

પોલીસ ની ટિમ શૈલેન્દ્રસિંહ ને વાસુદેવભાઈ ના ઘરે પહોંચી ગઈ હતી અને તપાસ કરતાં એક કોથળી માંથી 500 ના દરની કુલ 1593 બનાવટી નોટો મળી આવી હતી આમ કુલ 17.66.500 ની બનાવટી ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી અને બન્ને વિરુધ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.