Not Set/ સુરત પોલીસ કમિશનરનો ઐતિહાસિક નિર્ણય, PI, PSI ને વીક ઓફ મળશે

અમદાવાદ: સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે પોલીસ બેડા માટે એક ઐતિહાસિક નિર્ણય છે. આ નિર્ણય મુજબ પોલીસ ઇન્સ્પેકટર (PI) અને પોલીસ સબ ઇન્સ્પેકટર (PSI)ને ‘વીકલી ઓફ’ મળશે. પોલીસની નોકરી સતત તનાવભરી હોય છે. આ બાબતને ધ્યાનમાં સુરત પોલીસ કમિશનર સતીશ શર્મા દ્વારા આજ રોજ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો […]

Top Stories Gujarat Surat Trending
Surat Police Commissioner's Historical Decision, PI, PSI will get Week off

અમદાવાદ: સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે પોલીસ બેડા માટે એક ઐતિહાસિક નિર્ણય છે. આ નિર્ણય મુજબ પોલીસ ઇન્સ્પેકટર (PI) અને પોલીસ સબ ઇન્સ્પેકટર (PSI)ને ‘વીકલી ઓફ’ મળશે.

પોલીસની નોકરી સતત તનાવભરી હોય છે. આ બાબતને ધ્યાનમાં સુરત પોલીસ કમિશનર સતીશ શર્મા દ્વારા આજ રોજ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ નિર્ણય અંગે સુરત પોલીસ કમિશનર સતિશ શર્માએ જણાવ્યું હતું કે, સમગ્ર અઠવાડિયા દરમિયાન કામકાજ કર્યા બાદ અઠવાડિયામાં અધિકારીઓને ‘વીકલી ઓફ’ મળે તે જરૂરી છે. આ મામલે પુખ્ત પ્રમાણમાં વિચારણા કરવામાં આવી હતી. આ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ જણાવ્યું હતું કે, આ નિર્ણય અંતર્ગત હવેથી દર રવિવારે પોલીસ ઇન્સ્પેકટર (PI)અને પોલીસ સબ ઇન્સ્પેકટર (PSI)ને ‘વીકલી ઓફ’ રહેશે. આ દરમિયાન સેકન્ડ પોલીસ ઇન્સ્પેકટર અને સેકન્ડ પોલીસ સબ ઇન્સ્પેકટર ફરજ બજાવશે.

જયારે સેકન્ડ પોલીસ ઇન્સ્પેકટર અને સેકન્ડ પોલીસ સબ ઇન્સ્પેકટરને રવિવાર સિવાયના અન્ય કોઈ દિવસે ‘વીકલી ઓફ’ આપવામાં આવશે તેમ પણ સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ જણાવ્યું હતું.

સુરત પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને રાજ્યના અન્ય શહેરોના પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓ દ્વારા પણ અનુસરવામાં આવે તેવી ચર્ચા પણ પોલીસ બેડામાં ચર્ચાઈ રહી છે.

સુરત પોલીસ કમિશનર સતીશ શર્માના આ ઐતિહાસિક નિર્ણયને લઈને સુરત પોલીસના પોલીસ અધિકારીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.