Not Set/ અમરેલી: પીએસઆઇ ગોસાઇએ એસપી નિલિપ્ત રાય કરી વિરુદ્ધ ફરિયાદ, એસપીને મળ્યું જનસમર્થન

અમરેલી, અમરેલી સીટી પોલીસનાં પોલીસ ઇન્સ્પેક્ટર ગોસાઇએ શનિવારે રાત્રે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ભરતી થયા હતા. દવાખાનામાં ભરતી થવાનું કારણ તેમણે જણાવ્યું હતું કે શહેરનાં એસપી નિર્લિપ્ત રાયે તેમને માર માર્યો છે. ઉલ્લેખનીય છે કે અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજેશ રાણા નામનો ગુંડો લોકોને ધમકાવી લોકોની દુકાનોમાંથી વસૂલી કરતો હતો અને સમાન લઇ જતો હતો. […]

Top Stories Gujarat Others
kjghkdshskhfkhf અમરેલી: પીએસઆઇ ગોસાઇએ એસપી નિલિપ્ત રાય કરી વિરુદ્ધ ફરિયાદ, એસપીને મળ્યું જનસમર્થન

અમરેલી,

અમરેલી સીટી પોલીસનાં પોલીસ ઇન્સ્પેક્ટર ગોસાઇએ શનિવારે રાત્રે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ભરતી થયા હતા. દવાખાનામાં ભરતી થવાનું કારણ તેમણે જણાવ્યું હતું કે શહેરનાં એસપી નિર્લિપ્ત રાયે તેમને માર માર્યો છે.

ઉલ્લેખનીય છે કે અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજેશ રાણા નામનો ગુંડો લોકોને ધમકાવી લોકોની દુકાનોમાંથી વસૂલી કરતો હતો અને સમાન લઇ જતો હતો. નાગરિકોએ આ મામલે નિર્લિપ્ત રાયને ફરિયાદ કરી હતી. જેના અનુસંધાને નિર્લિપ્ત રાયે અમરેલી સિટી પોલીસ સ્ટેશનનાં સબ ઇન્સ્પેક્ટરને રાજેશ રાણાની વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. જો કે એસપી નાં આદેશ બાદ પણ ગોસાઇએ ગુંડાઓ વિરુદ્ધ કોઈ ઉપયુક્ત પગલાં લીધા નહોતા. જો કે આરોપી રાજેશે કોર્ટમાંથી આગોતરા જામીન માગ્યા હતા. જેની મંજૂરી કોર્ટે આપી દીધી હતી.

આ મુદ્દે એસપી નિર્લિપ્ત રાયે ગોસાઈને આરોપીને પકડવાની વાત કરી હતી. જેમાં પણ ગોસાઈએ કોઈ પગલાં લીધા નહોતા અને કોર્ટમાં જણાવ્યું હતું કે આરોપીનાં રિમાન્ડની કોઈ જરૂર નથી. આ વાતની જાણ થતા એસપી રાયે સીટી પોલીસ સ્ટેશન પહોંચી સબ ઇન્સ્પેક્ટર ગોસાઈને ખખડાવ્યા હતા અને આ મુદ્દે કડક પગલાં લેવાની વાત કરી હતી. પરંતુ ગોસાઈ સીધાસિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને એસપી નિલિપ્ત રાયે તેમને માર માર્યો તેવી ફરિયાદ કરી હતી. પરંતુ શેરના લોકો રાયનું સમર્થન કરવા તેના બંગલે પહોંચી આવ્યાની જાણ થતા મામલો નિર્લિપ્ત રાય તરફ જવાથી ગોસાઇએ એસપી વિરુદ્ધ ફરિયાદ કરવાની મનાઈ કરી દીધી હતી.