Not Set/ દેશમાં એક દિવસ કમળ ખિલશે કહેતા પૂર્વ PM અટલ બિહારી વાજપાઇની ભવિષ્યવાણી થઇ સાચી

લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળી છે. જનતાનો જનાદેશ ભાજપ તરફ જોવા મળ્યો. કોંગ્રેસનાં મોટાભાગનાં રાજ્યોમાં સુપડા સાફ થઇ ગયા. ત્યારે જનતાનાં જનાદેશનું સ્વાગત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપને અભિનંદન પાઠવ્યા અને સાથે કોંગ્રેસની હારની પૂર્ણ જવાબદારી પણ લીધી. મોદી લહેરમાં ભાજપ 300+ નાં આંકડા સુધી પહોચી ત્યારે હિમાચલની વીઆઇપી બેઠક હમીરપુરથી ભાજપનાં ઉમેદવાર […]

Top Stories India
lemfcyfeki 1534480346 દેશમાં એક દિવસ કમળ ખિલશે કહેતા પૂર્વ PM અટલ બિહારી વાજપાઇની ભવિષ્યવાણી થઇ સાચી

લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળી છે. જનતાનો જનાદેશ ભાજપ તરફ જોવા મળ્યો. કોંગ્રેસનાં મોટાભાગનાં રાજ્યોમાં સુપડા સાફ થઇ ગયા. ત્યારે જનતાનાં જનાદેશનું સ્વાગત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપને અભિનંદન પાઠવ્યા અને સાથે કોંગ્રેસની હારની પૂર્ણ જવાબદારી પણ લીધી. મોદી લહેરમાં ભાજપ 300+ નાં આંકડા સુધી પહોચી ત્યારે હિમાચલની વીઆઇપી બેઠક હમીરપુરથી ભાજપનાં ઉમેદવાર અનુરાગ ઠાકુરે Late પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇને યાદ કરવાની સાથે તેમણે કહેલી વાતને ટ્વીટ કરી.

Vajpayee 1 દેશમાં એક દિવસ કમળ ખિલશે કહેતા પૂર્વ PM અટલ બિહારી વાજપાઇની ભવિષ્યવાણી થઇ સાચી

અનુરાગ ઠાકુરે પૂર્વ PM ની તે વાતને ટ્વીટ કરી જે તેમણે 1997માં કોંગ્રેસને ચેતવણી આપતા કહી હતી, “મારી વાતને ગાંઠ મારી લો, આજે અમારા ઓછા સદસ્યો હોવા પર તમે(કોંગ્રેસ) હસી રહી છે પરંતુ એક દિવસ આવશે જ્યારે સમગ્ર દેશમાં અમારી સરકાર હશે, તે દિવસે દેશ તમારા પર હસશે”  આપને જણાવી દઇએ કે, તે સમયે ભાજપ પાસે સીમીત સદસ્યો હતા, જેને લઇને પૂર્વ PM એ ભવિષ્યવાણી કરી હતી, જે આજે સાંચી થતી હોય તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે. જે હાલત આજે કોંગ્રેસની છે તે જ હાલત 1997માં ભાજપની હતી.

ઉલ્લેખનીય છે કે, ભાજપને આજે દેશની જનતાએ પ્રચંડ બહુમત આપી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસને જનતાએ પૂર્ણતહ જાકારો આપ્યો છે. થોડા સમય પહેલા આવેલી એક ફિલ્મનું ગીત ‘અપના ટાઈમ આયેગા’ અહી એકદમ બરાબર બેસતુ હોય તેમ લાગી રહ્યુ છે.