CBSE-Regional language/ લો, હવે સીબીએસઇ પણ સ્થાનિક ભાષામાં અભ્યાસ કરાવશે

હવે ફક્ત રાજ્ય સરકારની સ્કૂલો જ સ્થાનિક ભાષામાં ભણાવશે તેવું નથી. સીબીએસઇ પણ હવેથી તમામ ભારતીય ભાષાઓમાં અભ્યાસ કરવાનો વિકલ્પ આપવા જઈ રહ્યુ છે. આ માટે બોર્ડ દ્વારા પરિપત્ર પણ જારી કરી દેવામાં આવ્યો છે.

Top Stories Gujarat
CBSE લો, હવે સીબીએસઇ પણ સ્થાનિક ભાષામાં અભ્યાસ કરાવશે

હવે ફક્ત રાજ્ય સરકારની સ્કૂલો CBSE School-Regional language જ સ્થાનિક ભાષામાં ભણાવશે તેવું નથી. સીબીએસઇ પણ હવેથી તમામ ભારતીય ભાષાઓમાં અભ્યાસ કરવાનો વિકલ્પ આપવા જઈ રહ્યુ છે. આ માટે બોર્ડ દ્વારા પરિપત્ર પણ જારી કરી દેવામાં આવ્યો છે. આ અંગે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનને (સીબીએસઇ)ને અભિનંદન પાઠવ્યા છે.
સીબીએસઇએ આ પગલું ભારતીય રાષ્ટ્રીય સિક્ષણ નીતિ 2020 હેઠળ CBSE School-Regional language વિદ્યાર્થીઓને ભાષાકીય વિવિધતા, સાંસ્કૃતિક સમજણ અને બહુભાષી શિક્ષણને પ્રોત્સાહન આપવા બહુભાષીયતાના ફાયદા અંગે પણ જણાવવાનું કહેવાયું છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં કહેવામાં આવ્યું છે કે CBSE School-Regional language ઓછામાં ઓછા પાંચ અને આઠ ધોરણ સુધી શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા, સ્થાનિક ભાષા અથવા પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરવો જોઈએ.
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સીબીએસઇના CBSE School-Regional language આ પગલાની પ્રશંસા કરતા ટ્વીટ કરી જણાવ્યું હતું કે હું સીબીએસઇને તેની બધી સ્કૂલોમાં બાળવાટિકાથી બારમા ધોરણ સુધી ભારતીય ભાષાઓમાં શિક્ષણનો વિકલ્પ આપવા બદલ અભિનંદન આપું છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વિઝન મુજબ શાળાઓમાં ભારતીય ભાષા આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવનાર છે. શિક્ષણના પરિણામો તરફ આ એક સારી શરૂઆત છે.

 

આ પણ વાંચોઃ Maharashtra-Heavyrain/ મહારાષ્ટ્રમાં પૂર અને વરસાદનો હાહાકારઃ 72ના મોત, 9 ગુમ અને 90થી વધુ ઇજાગ્રસ્ત

આ પણ વાંચોઃ Shinde-Modi Meet/ આજે પીએમ મોદીને મળ્યા સીએમ શિંદે, મુખ્યમંત્રીના પરિવારના સભ્યો પણ હતા તેમની સાથે

આ પણ વાંચોઃ South Gujarat-Heavyrain/ કચ્છ-સૌરાષ્ટ્ર પછી મેઘરાજાની દક્ષિણ ગુજરાતમાં ધડબડાટીઃ નવસારીમાં છ કલાકમાં દસ ઇંચ વરસાદ ખાબક્યો

આ પણ વાંચોઃ Ajab Gajab News/  અહીં 24 કલાક માટે હોય છે લગ્ન, 40 હજારમાં મળે છે દુલ્હન! કારણ ચોકાવનારું..

આ પણ વાંચોઃ OMG!/ એક દિવસમાં 10 લિટર પાણી પીતો હતો આ વ્યક્તિ, મેડિકલ તપાસમાં બહાર આવી ભયાનક વાસ્તવિકતા